નકલી પગ મળતા જ ખુશીથી નાચવા લાગ્યો આ અફઘાની બાળક

હાલમાં આ બાળકની ઉંમર છ વર્ષની છે અને તેને પ્રોસ્થેટિક પગ મળી ગયો છે. આ નકલી પગ પર ઉભા રહેલો બાળક ખુબજ ખુશ છે

News18 Gujarati
Updated: May 11, 2019, 11:00 AM IST
નકલી પગ મળતા જ ખુશીથી નાચવા લાગ્યો આ અફઘાની બાળક
હાલમાં આ બાળકની ઉંમર છ વર્ષની છે અને તેને પ્રોસ્થેટિક પગ મળી ગયો છે. આ નકલી પગ પર ઉભા રહેલો બાળક ખુબજ ખુશ છે
News18 Gujarati
Updated: May 11, 2019, 11:00 AM IST
અજબ ગજબ: સોશિયલ મીડિયા પર હાલમાં એક બાળકનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દિલને ખુશ કરનારો અને શુકૂન આપનારો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર થઇ રહ્યો છે. આ એક
અફઘાનિસ્તાની બાળક છે જે ઇરાન અફઘાનિસ્તાન બોર્ડર પર પાથરવામાં આવેલી ડાયનામાઇટ્સમાં ઘાયલ થયો હતો. જેમાં તેણે તેનો એક પગ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના જ્યારે તેની સાથે બની હતી તે સમયે તે માત્ર બે વર્ષનો
હતો.

હાલમાં આ બાળકની ઉંમર છ વર્ષની છે અને તેને પ્રોસ્થેટિક પગ મળી ગયો છે. આ નકલી પગ પર ઉભા રહેલો બાળક ખુબજ ખુશ છે. તેની ખુશી તેનાં ચહેરા પર છલકી રહી છે અને તે મનભરીને નાચતો નજર આવી રહ્યો છે.

Ahmad received artificial limb in @ICRC_af Orthopedic center, he shows his emotion with dance after getting limbs. He come from Logar and lost his leg in a landmine. This is how his life changed and made him smile. pic.twitter.com/Sg7jJbUD2V

આ વીડિયો બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સે શેર કર્યો છે સ્વરા ભાસ્કરે આ વીડિયો શેર કરતાં લખ્યુ છે, 'કેટલું પ્રેમાળ છે આ બાળક, ઘણી વખત ટ્વટિર પર એવાં ખુબસુરત નગીના મળી જાય છે. દુઆ કરુ છુ કે આફને જીવનમાં ડાન્સ કરવાનાં
ઘણાં અવસર મળે.' ગૌહર ખાને આ વીડિયો અફઘાની મહિલા રોયા મુસાવીએ ટ્વિટરથી રીટ્વિટ કર્યો હતો. ગોહરનાં ટ્વિટથી માલૂમ થાય છે કે આ બાળખનું નામ અહમદ છે. જેમાં ઇન્ટરનેશનલ કમિટી ધ રેડ ક્રોસ ઓર્થોપેડિસ સેન્ટરથી
આર્ટિફિશિયલ પગ મળ્યો છે. પગ મળવાની ખુશીમાં બાળક એટલો ઇમોશનલ થઇ ગયો કે ડાન્સ કરવા લાગ્યો. લેન્ડમાઇનમાં બાળકે તેનો પગ ગુમાવ્યો હતો.
First published: May 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...