ન્યૂયોર્કના દરિયાકાંઠે મળ્યો અજીબ જીવ જેની પૂંછડી પર હતા દાંત, જુઓ VIDEO

વૈજ્ઞાનિકો પણ આ અજીબ જીવ જોઈને આશ્ચર્યમાં મૂકાયા, શું વિલુપ્ત થઈ ગયો છે આ જીવ?

વૈજ્ઞાનિકો પણ આ અજીબ જીવ જોઈને આશ્ચર્યમાં મૂકાયા, શું વિલુપ્ત થઈ ગયો છે આ જીવ?

 • Share this:
  ન્યૂયોર્કઃ અમેરિકા (US)ના ન્યૂયોર્ક (New York)ના બ્રાઇટન બીચ (Brighton Beach) પર થોડા દિવસો પહેલા એક અજબ જીવ મળ્યો છે.સમુદ્રમાં રહેનારો આ જીવ મરેલો હતો પરંતુ આવો જીવ પહેલા ક્યારેક જોવા નથી મળ્યો. તે વહીને દરિયાકિનારે આવી ગયો હતો, ત્યારબાદ તેને જોવા માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. આ મૃત જીવને હાલ વૈજ્ઞાનિકોને સોંપી દીધો છે અને તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કયો જીવ છે.

  ડેઇલી સ્ટાર મુજબ, બ્રાઇટન બીચની પાસે રહેતી ડેનિસન થોડા દિવસ પહેલા સવારે વૉક માટે દરિયાકાંઠે ગઈ હતી જ્યાં અચાનક તેની નજર આ જીવ પર પડી. પોતાના બોયફ્રેન્ડની સાથે હતો. ત્યારબાદ અનેક બીજા લોકો પણ આ અજીબ જીવને લોકો માટે એકત્ર થયા. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે આ જીવની એક લાંબી પૂછડી હતી જેની પર દાંત હતા. લિયાએ કહ્યું કે અમે આવો કોઈ જીવ પહેલા નથી જોયો, તેની પૂંછડી પર દાંત હતા. લિયાએ આ જીવ વિશે સિક્યુરિટીને સૂચના આપી ત્યારબાદ જ લૅબની એક વૈજ્ઞાનિકોની ટીમ આવીને તેને લઈ ગઈ.


  આ પણ વાંચો, ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા વાહન, ત્યારે અચાનક હવામાં ઉડવા લાગ્યો ટ્રક

  લિયાએ જણાવ્યું કે, અમે આ જીવનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા શૅર કર્યો હતો પરંતુ ત્યાં પણ હજુ સુધી કોઈ જાણી નથી શકાયું કે આ જીવ આખરે છે શું. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આ સમુદ્રમાં જોવા મળતા એક જીવ થૉર્નબેક રેની પ્રજાતિ સંબંધિત લાગી રહ્યું છે. જોકે આ જીવ ક્યાં તો સમુદ્રના પેટાળમાં રહેતું હશે કે પછી વિલુપ્ત થઈ ચૂક્યું છે.

  આ પણ વાંચો, ઉન્નાવમાં 1000 ટન સોનાના ખજાનાનો દાવો કરનારા સંત શોભન સરકારનું નિધન, ભક્તોમાં શોક
  Published by:Mrunal Bhojak
  First published: