VIDEO: રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા

News18 Gujarati
Updated: May 22, 2020, 12:42 PM IST
VIDEO: રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા
પ્રકાશનો ગોળો UFO કે પછી ઉલ્કા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો VIDEO

પ્રકાશનો ગોળો UFO કે પછી ઉલ્કા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો VIDEO

  • Share this:
મોસ્કોઃ દુનિયાભરથી વિચિત્ર આકારની શિપ અને આકાશમાં આશ્ચર્યમાં મૂકી દે તેવો પ્રકાશ જોવા મળ્યા બાચદ હવે રશિયા (Russia)ના સાઇબેરિયા (Siberia)થી પણ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video)માં એક તેજ પ્રકાશનો ગોળો આકાશમાં જોવા મળી રહ્યો છે જે અચાનક ગાયબ થઈ જાય છે. કેટલાક લોકો તેને એલિયન શિપ કે UFO કહી રહ્યા છે તો વૈજ્ઞાનિકો મુજબ આ કોઈ નાની-મોટી ઉલ્કા પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાક લોકો તેને સ્પેસમાં ફેલાયેલો ચીન (China)નો કચરો પણ કહી રહ્યા છે, જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

‘ધ સન’માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ પ્રકાશનો ગોળો ગત 19 મેના રોજ સાઇબેરિયાના આકાશમાં જોવા મળ્યો હતો. તેનો પ્રકાશ એટલો વધુ હતો કે જ્યાંથી તે પસાર થયો ત્યાં રાત્રે પણ પણ પ્રકાશ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ પ્રકાશના ગોળાના અનેક લોકોએ અલગ-અલગ એન્ગલથી વીડિયો શૅર કર્યા છે. ધ સાઇબેરિયન ટાઇમ્સે પણ વીડિયોને ટ્વિટર પર શૅર કરતાં તેને ઉલ્કા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે આ પ્રકારની ઉલ્કા જોવા મળશે તેવી કોઈ ચેતવણી નથી જાહેર કરવામાં આવી તેથી તે UFO હોવાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!

લોકોને લાગ્યું UFO, વૈજ્ઞાનિકો કહી રહ્યા છે ઉલ્કા

પ્રત્યક્ષદર્શીઓ મુજબ તે પ્રકાશનો ગોળો સામાન્ય ઉલ્કા જેવો નહોતો અને ન તો તેમાં આગ લાગી હોય તેજું લાગતું હતું. લોકોના જણાવ્યા મુજબ, તે સફેદ, પીળા અને લીલા પ્રકાશનો હતો અને અચાનક એક તેજ અવાજની સાથે ગાયબ થઈ ગયો. તે સાઇબેરિયાના શહેરોમાં લગભગ 500 માઇલ સુધી જોવા મળ્યો હતો. તે ઉલ્કા હોવાની પ્રશાસને પણ કોઈ પુષ્ટિ નથી કરી. જોકે જાણકારોનો દાવો છે કે એક ઉલ્કા જ હતી અને અલગ-અલગ પ્રકાશનું કારણ તેની પર રહેતાં ગેસના કારણે છે. ઉરલ ફેડરલ યુનિવર્સીટીના પ્રોફેસર વિક્ટર ગ્રોકોવસ્કી મુજબ, તે ઉલ્કા હોવાની શક્યતા વધુ છે. જોકે તેની ચેતવણી નથી જાહેર કરવામાં આવે જે ચિંતાનું કારણ છે અને શંકા ઊભી કરે છે.

આ પણ વાંચો, LSD: કોરોનાના નામે આપ્યું ઝેરનું ઇન્જેક્શન, પત્ની સાથે અફેરની હતી આશંકા
First published: May 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading