Home /News /eye-catcher /

VIDEO: હજારો ફૂટની ઊંચાઈ પર વ્યક્તિએ દોરડા પર ચાલવાનો કર્યો પ્રયાસ, સંતુલન ગુમાવતા જ થયો મોટો અકસ્માત!

VIDEO: હજારો ફૂટની ઊંચાઈ પર વ્યક્તિએ દોરડા પર ચાલવાનો કર્યો પ્રયાસ, સંતુલન ગુમાવતા જ થયો મોટો અકસ્માત!

હજારો ફૂટની ઊંચાઈ પર વ્યક્તિએ દોરડા પર ચાલવાનો કર્યો પ્રયાસ, સંતુલન ગુમાવતા જ થયો મોટો અકસ્માત!

અમેઝિંગ વીડિયો (Amazing Videos) માટે ફેમસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અર્થ પિક્સે (Earth Pix) હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ હજારો ફૂટની ઉંચાઇ પર દોરડા પર (Man walks on rope) ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    તમે મેળા કે સર્કસમાં લોકોને ક્યારેક દોરડા (Walking on rope) પર ચાલતાં જોયા હશે. ઘણી વખત નાના બાળકો પણ બે લાકડીઓ વચ્ચે દોરડું બાંધીને તેને સંતુલિત કરીને ચાલવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને હજારો ફૂટની ઉંચાઈ પર આકાશી વીડિયોમાં દોરડા (Man walking on rope in sky video) પર ચાલતા જોયો છે? આજે અમે તમને એક એવો જ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક વ્યક્તિ ખૂબ ઊંચાઈ પર દોરડા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    પોતાના અદભૂત વીડિયો માટે ફેમસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અર્થ પિક્સે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ હજારો ફૂટની ઉંચાઇ પર દોરડા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં બે શખ્સો પેરાશૂટ પર લટકતુ દોરડું પકડીને બેઠેલા જોવા મળી રહ્યા છે.

    આ દોરડા પર એક વ્યક્તિ (Man walks on rope in sky viral video) પહેલા બેઠેલો દેખાય છે અને પછી અચાનક ઊભો થઈને બેલેન્સ બનાવવા લાગે છે. પરંતુ ત્યાર બાદ એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બને છે.




    આ પણ વાંચો: Viral: દોઢ વર્ષની બાળકી જાતે જ બનાવે છે રસોઈ, સાફ-સફાઈ પણ કરે છે પોતે!

    હવામાં દોરડા પર ચાલતો હતો, અચાનક ખોવાયુ સંતુલન
    માણસ થોડી ક્ષણો માટે પોતાને સંતુલિત કરી લે છે, પરંતુ અચાનક તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડી જાય છે. જો કે તેને સંપૂર્ણપણે નીચે પડવાનું બતાવવામાં આવ્યું નથી, પરંતુ તેને આટલી ઊંચાઈએથી નીચે પડતો જોવાનો આ નજારો ભયાનક છે. પરંતુ ડરવા જેવું કંઈ નથી કારણ કે વ્યક્તિની પીઠ પર પેરાશૂટની બેગ લટકાવેલી જોવા મળે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તેને 30 મિલિયનથી વધુ લોકોએ જોયો છે.

    આ પણ વાંચો: Viral Video: શ્વાસ નહોતી લઈ શકતી આગની ઝપેટમાં ફસાયેલી બિલાડી, શખ્સે મોંઢાથી આપ્યો ઓક્સિજન

    વ્યક્તિ બનાવ્યો ચૂક્યો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
    હવે તમને જણાવીએ કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર કોણ છે. વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ પાબ્લો સિગ્નોરેટ (Pablo Signoret) છે, જે ફ્રાન્સનો રહેવાસી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તમને આવા અત્યંત ડરામણા પરાક્રમો કરતો જોવા મળશે.

    આ પણ વાંચો: Viral Video: ઘરની દીવાલ પર ચડતો જોવા મળ્યો વિશાળકાય અજગર! જોઈને જ ચોંકી ઉઠ્યો પરિવારો

    તેણે પોતાના આ કારનામાના આધારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. વર્ષ 2018માં પાબ્લોએ સૌથી વધુ ઊંચાઇએથી દોરડા પર આંખે પાટા બાંધીને ચાલવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ( world’s longest highline walk between two mountains-blindfolded) બનાવ્યો હતો. પાબ્લો બે પર્વતો પરના દોરડા પર આંખે પાટા બાંધીને ચાલતો હતો. દોરડાની ઊંચાઈ 1,387 ફૂટ હતી. 25 મિનિટ સુધી તે એ દોરડા પર ચાલતો રહ્યો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Guinness World Records, OMG VIDEO, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन