Panipuri Ice Cream: પાણીપુરી (Panipuri)નું તીખ્ખુ-ખાટુ પાણી અને બટાકા-ચણાનું સ્ટફિંગ જે જાદુ કરે છે હવે એક વ્યક્તિએ તેને આઇસક્રીમ (Ice Cream)નું સ્વરુપ આપી દીધુ છે. આ વાનગી (Weird Food Experiment)ઓ જોઈને લોકો હાથ જોડી રહ્યા છે.
Golgappa Ice Cream Viral Video: અજીબોગરીબ ફૂડ એક્સપેરિમેન્ટ (Weird Food Experiment) અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજો એક્સપેરિમેન્ટ આઈસ્ક્રીમ ફ્લેવર્સ (Weird Ice Cream Flavors) સાથે ચાલી રહ્યો છે. એમાં કંઈ પણ નાખીને દુકાનદારો યુનિક ફ્લેવર (Unique flavor) બનાવી રહ્યા છે. ભલે તેને જોઇને લોકોના દિલ તૂટી જાય. એક એવી જ ડિશ તૈયાર કરી છે જે હવે આઈસક્રીમમાં પાણીપુરી મિક્સ કરીને તૈયાર કરવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે આઇસક્રીમ સાથે કંઇક અજુગતું ભેળવવામાં આવ્યું હોય. પાણીપુરી પહેલા ઈન્ટરનેટ પર મોમોઝ, ઢોંસા અને ઢોકળા સાથે પણ આઈસ્ક્રીમના રોલ તૈયાર કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતાં. જો કે આ વખતે જે રીતે આઈસક્રીમને તીખ્ખા પાણી સાથે મિક્સ કરવામાં આવ્યું છે તેનાથી લોકોને હાથ જોડવાની ફરજ પડી રહી છે.
પાણીપુરી આઇસક્રીમ રોલ કેવી રીતે બનાવ્યો? વાયરલ થઇ રહેલા વીડિયોમાં દુકાનદાર સૌથી પહેલા સામાન્ય પુરી લઇને તેમાં બટાકા, ચણા, ચટણી અને પાણી ભરે છે. તેની ઉપર ક્રીમ લગાવીને તે ઠંડી સપાટી પર તેને સારી રીતે બીટ કરે છે.
જેમ જેમ પાણીપુરી આઈસ્ક્રીમમાં ભળે છે તેમ તેમ પાણીપુરી પ્રેમીઓના દિલમાં ચોક્કસ ચપ્પુ વાગ્યું હશે. છેલ્લે દુકાનદાર રોલ કાપીને તૈયાર કરે છે અને ફરી એક વાર ઉપરથી મીઠી ચટણી, ચણા અને બટાકા ઉમેરવામાં આવે છે. આ વીડિયો જોઈને લોકોના માત્ર આંસુ જ વહેવાના બાકી બચ્યા છે.
પાણીપુરી ચાહકોએ જોડ્યા હાથ આ વીડિયોને thegreatindianfoodie નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન મારવામાં આવ્યું છે કે તીખી પાણીપુરી ખાઈને બાર થઈ ગયા છો તો આવો તમારુ તીખાપણુ દૂર કર્યો આઈસ્ક્રીમ સાથે. અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકોએ તેને જોયો છે અને સેંકડોની સંખ્યામાં લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે.
મોટાભાગના યુઝર્સ આ ડિશથી ખૂબ જ ગુસ્સામાં અને નાખુશ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું - આ ગુના માટે નરકમાં પણ કોઈ જગ્યા નથી. અન્ય એક યુઝરે કહ્યું કે હવે તો તેને ખાવા-પીવાથી વિશ્વાસ જ ઉઠી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર