Home /News /eye-catcher /

Video: Maggi પર ફરી થયો અત્યાચાર, આ વખતે આઈસ્ક્રીમ નાખીને બનાવ્યો રોલ

Video: Maggi પર ફરી થયો અત્યાચાર, આ વખતે આઈસ્ક્રીમ નાખીને બનાવ્યો રોલ

આઈસ્ક્રીમ નાખીને બનાવ્યો રોલ

Maggi Ice-cream Roll: આ વખતે કેટલાક અજીબોગરીબ ફૂડ વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેણે મેગી (Maggi) અને આઇસક્રીમ (Ice-cream) પ્રેમીઓના દિલમાં છરો ભોંક્યો છે, કારણ કે બંનેને એક સાથે મિક્સ (Maggi Ice-cream Roll) કરી દીઘા છે.

    દરરોજ એકથી વધુ ફની વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ (Viral On Internet) થાય છે. આમ જોવા જઈએ તો આજકાલ સોશિયલ મીડિયા પર ખાવા-પીવાના અજીબોગરીબ એક્સપેરિમેન્ટ્સ (Weird Experiments) પણ ખૂબ શેર થઈ રહ્યા છે. આવા વીડિયોની યાદીમાં લેટેસ્ટ વીડિયો છે મેગી આઇસક્રીમ રોલ (Maggi Ice-cream Roll). આ અનોખો પ્રયોગ જોઈને મેગી અને આઈસ્ક્રીમ બંનેના ફેન્સ આંસુ વહાવી રહ્યા છે.

    ગ્રાહકોને આકર્ષવા માટે, આજકાલ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓએ ખોરાક સાથે ઘણા વિચિત્ર ખોરાકના સંયોજનો (Weird food combinations) કરવાનું શરૂ કર્યું છે. મેગીને ક્યારેક ફેન્ટા (Weird Food Experiments)સાથે રાંધવામાં આવે છે, તો ક્યારેક કોકા-કોલા સાથે.

    એટલું જ નહીં, લોકોએ દૂધની સાથે રાંધીને મેગીનો મિલ્ક શેક પણ બનાવી દીધો છે (Experiments with Maggi). આટલાથી મન નહોતું ભરાયુ તો હવે એક દુકાનદારે મેગીના સ્ટફિંગ સાથે મેગી પરાઠા (Maggi Paratha Video) પર માર્કેટમાં રજૂ કર્યો હતો. તો કોઈ મેગીને આઈસ્ક્રીમમાં નાખી રહ્યું છે.  'મેગી આઈસ્ક્રીમ રોલ'ની રેસિપીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો મેકરને ગાળો ભાંડી રહ્યા છે.

    આ પણ વાંચો: Video: નથી અટકી રહ્યાં ‘Maggi lovers’ પર થતા અત્યાચાર, હવે બનાવાયા મેગી પરાઠા!

    મેગીને આઈસ્ક્રીમમાં ભળતા જોઈ ભડક્યા લોકો
    વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે વિક્રેતા પહેલા રાંધેલી સૂકી મેગી લે છે. તેના પર ખૂબ જ ક્રીમ મિલ્ક નાખીને તે તેને ઠંડી સપાટી પર એકસાથે મિક્સ કરે છે.




    જ્યારે બે વસ્તુઓ એકસરખી થઈ જાય છે, ત્યારે વિક્રેતા તેને ફેલાવે છે અને તેને કાપી નાખે છે અને રોલ તૈયાર કરે છે. આ રીતે આઈસ્ક્રીમ અને મેગી બંને મળી રહ્યા છે તે જોઈને લોકોને ચક્કર આવી રહ્યા છે. કેટલાક વપરાશકર્તાઓ પોતાને નિયંત્રિત કરી શકતા નથી અને દિલની ભડાસ કાઢી રહ્યા છે.

    આ પણ વાંચો: Video: નથી અટકી રહ્યાં ‘Maggi lovers’ પર થતા અત્યાચાર, હવે બનાવાયા મેગી પરાઠા!

    અજીબોગરીબ પ્રયોગ પર ભડક્યા લોકો
    આ ફની વીડિયો thegreatindianfoodie નામના એકાઉન્ટથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, "આ મેગીની શક્તિઓનો દુરુપયોગ છે માતા." આ વીડિયો જોયા બાદ મોટાભાગના યૂઝર્સ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે, તો કેટલાક લોકોએ પોતાનો ગુસ્સો કાઢ્યો છે. એક યૂઝરે લખ્યું- કોઈ મારી આંખોમાં પવિત્ર પાણી છાંટો. અન્ય એક યુઝરે લખ્યું- તેને જોયા બાદ તેની આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા પણ મરી ગઈ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Shocking news, Street food, Video viral, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन