Video : જંગલમાં ફરી રહેલા વ્યક્તિને આવી અજીબ અવાજ, જોયું તો મળ્યો એક ડરામણો જીવ

News18 Gujarati
Updated: June 17, 2020, 3:56 PM IST
Video : જંગલમાં ફરી રહેલા વ્યક્તિને આવી અજીબ અવાજ, જોયું તો મળ્યો એક ડરામણો જીવ
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર લોકો આ જીવને 'સ્કિન ક્રોલર' કે 'નાઇટ ક્રોલર' કહીને બોલાવી રહ્યા છે.

  • Share this:
અનેક વાર આપણને કંઇક તેવું નજરે પડી જાય છે કે આપણા મગજ માટે તે સમજવું મુશ્કેલ થઇ જાય છે કે આ એક ભ્રમ હતો કે હકીકત. પોલેન્ડ (Poland)માં પણ એક વ્યક્તિ સાથે આવી જ ઘટના બની. જંગલમાં રાતના સમયે હાઇકિંગ કરનાર વ્યક્તિને પહેલા થોડી અજીબો ગરીબ (Blood-curdling Sounds) આવવા લાગ્યા. જ્યારે આ વ્યક્તિને તે અવાજનો પીછો કર્યો તો તેણે જે જોયું તે સમજી શકવું મુશ્કેલ છે. આ વ્યક્તિને આ સમગ્ર ઘટના પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરી છે. અને હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વ્યક્તિએ પોતાનું સાચું નામ નથી કહ્યું પણ તે યૂટ્યૂબ પર લેવિથાન નામે એક એકાઉન્ટ ચલાવે છે. જેમાં તે આવા અનેક અજીબો ગરીબ વીડિયો પોસ્ટ કરતો રહે છે. આ વીડિયોમાં નજરે પડે છે કે એક વ્યક્તિ રાતના અંધારામાં જંગલના સુમસાન માર્ગે ચાલી રહ્યો છે. તેમની પાસે એક લાઇટ પણ છે. અને બ્રેકગ્રાઉન્ડમાં કંઇક અજીબ અવાજ સંભળાય છે. જે પછી તે આ અવાજનો પીછો કરતા જે જગ્યાએ જાય છે. અને ત્યાં એક અજીબ પ્રાણી જેવું નજરે પડે છે જે આ અવાજ નીકાળી રહ્યું છે. જો કે આ વીડિયોમાં જે અજીબો ગરીબ વસ્તુ દેખાઇ રહી છે તે શું છે તે સ્પષ્ટ પણ જોઇ નથી શકાતું. વળી આ અજીબ વસ્તુને જોઇને વીડિયો ઉતારનાર માણસ પણ ડરી જાય છે અને ભાગવા લાગે છે.


ડેલી સ્ટારમાં છપાયેલી ખબર મુજબ યૂટ્યૂબ એકાઉન્ટ પર જે જાણકારી આપવામાં આવી છે તે મુજબ આ વીડિયોને પોલેન્ડમાં 11 માર્ચના રોજ શૂટ કરવામાં આવ્યો છે. એક અન્ય યૂટ્યૂબ ચેનલ Disclose Sceen and has Sparked a conspiracy frenzyએ પણ આ વીડિયો શેર કર્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિોયની તપાસ કરતા આ વીડિયો ટેમ્પર્ડ હોવાનું સામે આવ્યું છે.


સોશિયલ મીડિયા પર લોકો આ જીવને સ્કિન ક્રોલર કે નાઇટ ક્રોલર કહીને બોલાવી રહ્યા છે. અનેક લોકો સોશિયલ મીડિયામાં આ જંગલમાં આ રીતના અજીબ પ્રાણીના હોવાની વાત સામે મૂકી છે. જો કે કેટલાક લોકોએ તેને ફેક વીડિયો પણ જણાવ્યો છે. લોકોનું કહેવું છે કે આ વીડિયો એટલો બ્લર છે કે કંઇક પણ કહેવું અસંભવ છે.
First published: June 17, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading