દારૂડિયાએ પાંજરામાં કૂદી રીંછને પાણીમાં ડૂબાડવાનો કરો પ્રયાસ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: May 27, 2020, 10:50 AM IST
દારૂડિયાએ પાંજરામાં કૂદી રીંછને પાણીમાં ડૂબાડવાનો કરો પ્રયાસ, જુઓ VIDEO
રીંછે દારૂડિયા પર વળતો પ્રહાર કરતાં માથા અને હાથ પર થઈ ઈજા, આ કારણે બચ્યો જીવ

રીંછે દારૂડિયા પર વળતો પ્રહાર કરતાં માથા અને હાથ પર થઈ ઈજા, આ કારણે બચ્યો જીવ

  • Share this:
વારસાઃ પોલેન્ડ (Poland)ના એક પ્રાણી સંગ્રહાલય (Zoo)માં ત્યારે હોબાળો થઈ ગયો જ્યારે એક દારૂડિયો રીંછ (Bear)ના પાંજરામાં કૂદી ગયો ઉપરાંત તેને પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે રીંછ તેના કાબૂમાં ન આવ્યું અને દારૂડિયો જ ઘાયલ થઈ ગયો. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા અનેક લોકોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી દીધી. થોડીવારમાં જ સોશિયલ મીડિયા (Social Media) પર શૅર થતાંની સાથે જ વીડીયો વાયરલ (Viral Video) થઈ ગયો.

‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ મુજબ, વારસાના એક પ્રાણી સંગ્રહાલયમાં નશામાં ધૂત 23 વર્ષીય એક શખ્સ રીંછના પાંજરામાં કૂદી ગયો. આ શખ્સ પાંજરામાં કૂદવાની સાથે જ પોતાને બચાવવા માટે પાણીમાં કૂદી ગયો અને જ્યારે રીંછ તેની પાછળ-પાછળ પાણીમાં ઉતર્યું તો તેને ડૂબાડીને મારવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. જોકે રીંછ ઘણું શક્તિશાળી હતું અને તેને આ શખ્સને ઈજા પહોંચાડી. બાદમાં બચાવ ટીમે આ શખ્સને રીંછના પાંજમાંથી બહાર કાઢ્યો. આ વ્યક્તિના માથા અને હાથ પર ઘણી ઈજા થઈ છે.

આ પણ વાંચો, કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ, જુઓ Unseen Inside Photos

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ ગયો છે. લોકો પાંજરામાં ઘૂસેલા વ્યક્તિને આકરી સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે જે રીંછના પાંજરામાં શખ્સ કૂદ્યો હતો તે હજુ બાળક જ છે, તેના કારણે આ વ્યક્તિનો જીવ બચી શક્યો. જાણકારો મુજબ, જો આ શખ્સ એક વયસ્ક રીંછની સાથે આવી હરકત કરતો તો તેનું બચવું મુશ્કેલ હતું. રીંછનું નામ સબીના હોવાનું કહેવાય છે, જેને એક સર્કસથી મુક્ત કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયના પ્રશાસને જણાવ્યું કે, સબીના પણ આ હુમલાથી ઘણી ડરી ગઈ છે.

આ પણ વાંચો, બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પતિ, સાપ છૂટો મૂકી પત્નીની કરી હત્યા
First published: May 27, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading