Video: કેરળ Trekker 2 દિવસ સુધી ફસાયેલો રહ્યો પહાડ પર, સેનાએ બચાવ્યો જીવ
Video: કેરળ Trekker 2 દિવસ સુધી ફસાયેલો રહ્યો પહાડ પર, સેનાએ બચાવ્યો જીવ
બાબુ હીલ પર ચઢી ટોચ પર પહોંચ્યો હતો પરંતુ તે ત્યાંથી લપસી બે ખડકો વચ્ચે (trapped between rocks) ફસાઈ ગયો હતો.
આર બાબુ (R Babu) નામનો વ્યક્તિ સોમવારે બે મિત્રો સાથે મલમપુઝા (Malampuzha)માં ચેરાડ હિલ (Cherad Hill) પર ચઢ્યો હતો. મિત્રોના પ્રયાસ છોડ્યા છતા બાબુ હીલ પર ચઢી ટોચ પર પહોંચ્યો હતો પરંતુ તે ત્યાંથી લપસી બે ખડકો વચ્ચે (trapped between rocks) ફસાઈ ગયો હતો.
તિરુવનંતપુરમ: કેરળ (Kerala)ના પલક્કડ (Palakkad)માં સોમવારથી પહાડી પર ફસાયેલા એક યુવકને સેનાના સઘન પ્રયાસ બાદ આજે સવારે બચાવી લેવામાં આવ્યો હતો. બચાવ બાદ આર બાબુ સૈન્યના કર્મચારીઓ સાથે હસતા અને આભાર વ્યક્ત કરતા વીડિયો (Kerala trekker rescued video)માં જોવા મળી રહ્યા છે. કેટલાક સેલ્ફી ક્લિક કરતા અને વિક્ટ્રીનું ચિહ્ન બતાવતા જોવા મળ્યા રહી છે.
આર બાબુ આર્મીના જવાનોની વચ્ચે બેઠેલા છે અને કહ્યું કે, "ખૂબ આભાર, ભારતીય સેના," ત્યારપછી તે આર્મીના જવાનોને ધન્યવાદના ઈશારા તરીકે ચુંબન કરે છે અને "ભારતીય સેના કી જય, ભારત માતા કી જય" ના નારા લગાવતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આર્મીના જવાનો દ્વારા આર બાબુનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને રસ્કયૂ કર્યા બાદની ખુશી પણ સ્પષ્ટ પણે આર્મી જવાનોમાં અને આર બાબુના ચહેરા પર જોઈ શકાય છે.
આર બાબુ સોમવારે બે મિત્રો સાથે મલમપુઝામાં ચેરાડ ટેકરી પર ચઢ્યા હતા. તેમના મિત્રો દ્વારા આગળ વઘવાનો પ્રયાસ છોડી દેવામાં આવ્યો હતો પરંતુ આર બાબુ સતત ચઢતા રહ્યા અને ટોચ પર પણ પહોંચ્યા પરંતુ તે ત્યાંથી લપસી ગયા અને બે ખડકો વચ્ચે ફસાઈ ગયા હતા.
લેફ્ટનન્ટ જનરલ એ અરુણે રેસ્કયૂ ઓપરેશનની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "બેંગ્લોર પેરાશૂટ રેજિમેન્ટલ સેન્ટરની ટીમો (Teams from Bangalore Parachute Regimental Centre) એકત્ર કરવામાં આવી હતી. સાથે જ અત્યંત કુશળ ઉચ્ચ ઊંચાઈની યુદ્ધ ટીમ અને એવરેસ્ટ સર કરનાર પર્વતારોહકોના એક દંપતિ પણ પહોંચ્યા હતા,
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala has now been rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala extends his thanks to the Indian Army after being rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
જે વેલિંગ્ટનમાં મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં ઉપલબ્ધ હતા. આર્મી ઓફિસરે વાયુસેના સાથે સંકલન કરવા અને બેંગલુરુની ટીમ માટે આર્મીને એરલિફ્ટ પ્રદાન કરવા બદલ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (CM Pinarayi Vijayan)નો પણ આભાર માન્યો હતો.
તેમણે વઘુમાં કહ્યું કે, સૈન્યની ટીમ આખી રાત શોધખોળ માટે ચાલતી રહી અને સવાર પડતાં જ, બોર્ડમાં ડ્રોન અને કેમેરાની મદદથી, ચોક્કસ સ્થાનની ઓળખ કરી. મદ્રા રેજિમેન્ટલ ટીમના બે અત્યંત કુશળ માણસોએ 250 ફૂટનું અંતર કાપ્યું, જ્યાં સુધી તેઓ મિસ્ટર બાબુ સુધી ના પહોંચ્યા, આર બાબુ એક યુવાન ટ્રેકર છે અને એક અદભૂત, હિંમતવાન નિર્ણાયક છે, તેઓએ મિસ્ટર બાબુને ઉતાર પર લઈ જવાને બદલે ઉપર ખેંચવાનું નક્કી કર્યું. તેથી ટીમના બે સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. અધિકારીએ નોંધ્યું કે ભૂપ્રદેશ ખૂબ જ મુશ્કેલ, ઢોળાવવાળી અને વૃક્ષોથી વંચિત હતો. આવા કિસ્સામાં જો કોઈ માનવી ખડક પરથી લપસી જાય તો તે સીઘો નીચે પડશે. આર બાબુ ખૂબ જ ભાગ્યશાળી હતા કે તેઓ પથ્થરો વચ્ચે ફસાઈ ગયા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર