Home /News /eye-catcher /

viral video: હવે બિન્દાસ્ત ખાઓ બર્ગર, સાથે ઘટાડો વજન

viral video: હવે બિન્દાસ્ત ખાઓ બર્ગર, સાથે ઘટાડો વજન

ફાસ્ટ ફૂડ પ્રતિકાત્મક તસવીર

ફાસ્ટ ફૂડ (Fast Food Chain) ખાવાથી ઘણી વાર તમને લાગે છે કે તે ખાવામાં સારું છે પરંતુ વજન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખરાબ છે. જો તમને ખબર પડે કે ફાસ્ટ ફૂડ (McDonalds) ખાતી વખતે તમે વજન ઘટાડી (Loose weight during eating burger) શકો છો તો? ચાલો તમને આવા જ સારા સમાચાર આપીએ (McDonalds Installed Exercise Bike).

વધુ જુઓ ...
    McDonalds Installed Exercise Bike: ફાસ્ટ ફૂડ (Fast Food Chain) ખાવાનું કોને ના ગમે? આ વાત જુદી છે કે લોકો વજન વધવાના ડરથી તેની અવગણના કરે છે. મેકડોનાલ્ડ્સ (Mcdonald Food Chain)એ ચીનના શાંઘાઈમાં લોકોને એક અલગ જ ભેટ આપી છે. અને તેઓએ વજન વધારવાની સમસ્યાને દૂર કરી છે (Cycling During Eating Fast Food) અને લોકો માટે એવો માર્ગ શોઘ્યો છે કે બર્ગર લોકો માટે તંદુરસ્ત સાબિત થશે.

    હકીકતમાં, મેકડોનાલ્ડ્સે ચીનમાં તેના કેટલાક કેન્દ્રો પર બર્ગર ખાવાની સીટની સાથે જ કસરત કરવાના મશીનો જોડી દીઘા છે. આનાથી લોકો બર્ગર ખાવાની સાથે કસરત પણ કરી શકશે. તેને લગતો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો ફાસ્ટ ફૂડ ખાતા તેમજ કસરત કરતા જોઇ શકાય છે.

    આ પણ વાંચો: જાપાને કર્યું એક નવું ઈનોવેશન, હવે ટીવીની સ્ક્રીન પર જ મનપસંદ ભોજનનો ટેસ્ટ લઈ શકાશે

    બર્ગર ખાવાની સાથે સાથે કસરત
    વાયરલ થઈ રહેલો વીડિયો ચીનના શાંઘાઈ શહેરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા બર્ગર ખાતી વખતે સાઇકલ ચલાવી રહી છે. પહેલા મહિલા બર્ગર ખાઈ કોલ્ડ ડ્રિંકનો સિપ લે છે અને પછી ફિટનેસ મશીન પર સાયકલિંગ કરે છે. આ વીડિયો ને @alvinfoo નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં યુઝરે લખ્યું છે કે, 'મેકડોનાલ્ડ્સ શાંઘાઈ 'ગેટ સ્લિમ' મીલ.'



    આ પણ વાંચો: OMG! જન્મથી જ ‘એક જીસ્મ દો-જાન’ બે ભાઇઓ, માતાપિતાએ તરછોડ્યા હવે સરકારે આપી નોકરી

    લોકોએ પસંદ કર્યો આઇડિયા
    ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ ચીનમાં બે જગ્યાઓ પર મેકડોનાલ્ડ્સે આવી 'ગ્રીન ચાર્જિંગ બાઇક' અજમાવી રહી છે. મેકડોનાલ્ડ્સે સપ્ટેમ્બર 2021માં ગુઆંગડોંગ પ્રાંતની જિયાંગ વાન્ડા રેસ્ટોરન્ટમાં તેના ગ્રાહકો માટે કસરત બાઇક સુવિધા શરૂ કરી હતી. હવે આ સુવિધા શાંઘાઈની એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પણ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને આ પદ્ધતિ ખૂબ પસંદ આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 મિલિયનથી વધુ લોકોએ જોયો છે અને આ વિચારની પ્રશંસા થઈ રહી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, Mcdonalds, OMG News, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन