કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના પાટનગર કોલકાતા (Kolkata)માં એક કૅબ ડ્રાઇવર (Uber Driver)એ એટલું સુરીલું ગીત સંભળાવ્યું જેને સાંભળીને સોશિયલ મીડિયા (Social Media) મંત્રમુગ્ધ થઈ ગયું છે. ડ્રાઇવરની હિન્દુસ્તાની ક્લાસિકલ બંદિશ લોકોને ખૂર પસંદ આવી રહી છે. બ્રિંદા દાસગુપ્તાએ ઘરતી અલ્તામીરા આર્ટ ગૅલરી જવા માટે કૅબ (Cab) બુક કરી હતી. તેઓ કૅબમાં બેસીને ગીત ગણગણી રહ્યા હતા, ત્યારે જ કૅબ ડ્રાઇવરનું ધ્યાન તેમની પર ગયું. ડ્રાઇવરનું નામ આર્યન સોની હતું.
બ્રિંદા દાસગુપ્તાએ ફેસબુક પર લખ્યું, 'ડ્રાઇવરે મને પૂછ્યું શું આપને મ્યૂઝિકમાં રસ છે. મેં હસીને માથું હલાવ્યું. પછી તેણે જણાવ્યું કે મને પણ ગીતોમાં પણ રસ છે. પછી ગાવાનું શરૂ કરી દીધું.' તેના ગીતને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
બ્રિંદાએ જણાવ્યું કે, થોડીવારની વાતચીત બાદ તેણે ક્લાસિકલ ગીત ગાવાનું શરૂ કરી દીધું. વીડિયોમાં જોઈ શકાય છે કે કૅબ ડ્રાઇવર સુરીલા અવાજમાં ગીત ગાઈ રહ્યો છે અને બ્રિંદા પણ સાથે ગણગણી રહી છે.
બ્રિંદાએ બે દિવસ પહેલા ફેસબુક પર આ વીડિયોને શૅર કર્યા છે, જેને અત્યાર સુધી 55 હજારથી વધુ વ્યૂહ થઈ ચૂક્યા છે. સાથોસાથ હજારથી વધુ શેર્સ અને બે હજારથી વધુ રિએક્શન મળી ચૂક્યા છે. લોકોએ અનેક રિએક્શન આપ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ખૂબ શાનદાર, મંત્રમુગ્ધ કરી દેનારું.... અન્ય એક યૂઝરે લખ્યું કે, 'ખૂબસૂરત, રાગ ભૈરવમાં સુંદર બંદિશ...