હાઈવે ઉપર કાર ચલાવી રહી હતી યુવતી, ત્યારે ઉપરથી પડી બરફની ચાદર
હાઈવે ઉપર કાર ચલાવી રહી હતી યુવતી, ત્યારે ઉપરથી પડી બરફની ચાદર
વીડિયોની તસવીર
બરફની વિશાળ ચાદર ચાલુ ટ્રેઈલર ઉપરથી લપસીને કારની વિન્ડસ્ક્રીન ઉપર આવીને પડી હતી. હોસ્પિટલની નર્સ લૌરા સ્મિથ કામથી ઘરે જઈ રહી હતી. ત્યારે તેની કાર હાઈવે M6 ઉપર બરફની ચાદર ઉપર ટકરાઈ હતી.
નવી દિલ્હીઃ અત્યારે એક હૃદય હચમચાવી દે એવો વીડિયો (video) સોશિયલ મીડિયા (social media) ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ હેરાન થઈ જશો. બરફની વિશાળ ચાદર ચાલુ ટ્રેઈલર ઉપરથી લપસીને કારની વિન્ડસ્ક્રીન ઉપર આવીને પડી હતી. હોસ્પિટલની નર્સ લૌરા સ્મિથ કામથી ઘરે જઈ રહી હતી. ત્યારે તેની કાર હાઈવે M6 ઉપર બરફની ચાદર ઉપર ટકરાઈ હતી.
26 વર્ષીય લૌરાએ કહ્યું કે, 'નસિબદાર હતી કે હું જીવતી બચી ગઈ. મેં ઘટના સમયે કારને કંટ્રોલ કરી લીધી હતી. બરફ ટ્રેઈલરની છતથી લપસીને મારી કારની વિંડસ્ક્રીન ઉપર આવીને ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈને કંઈ જ ઈજા પહોંચી ન્હોતી.' આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બરફની મોટી ચાદરે કારની વિન્ડસ્ક્રીનથી ટકરાઈ અને કારના ભુક્કા બોલાવી દીધા.
બર્મિંઘમલાઈવ અનુસાર, લૌરાએ કહ્યું કે, 'હું હાઈવે ઉપર ઝડપથી કાર ચલાવી રહી હતી. હું સૌભાગ્યશાળી છું કે માત્ર કારને નુકસાન થયું છે. મને હજી મહેસૂસ થઈ રહ્યું છે કે, આ ઘટના કેટલી ડરામણી બની શકતી હતી.'
વારવિકશાયર પોલીસ (police) પેટ્રોલિંગ કાર લૌરાની કાર પાછળ ચાલી રહી હતી જ્યારે આ ઘટના થઈ. દુર્ઘટના પછી પોલીસે તેમને ઘરે મુક્યા હતા. અને હાઈવે ક્લિયર કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર