દિલ્હી: સોશિયલ મીડિયા પર અનેક હચમચાવતાં વીડિયો વાયરલ થતાં હોય છે, ત્યારે અત્યારે એક એવો જ વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. હાલ વાયરલ થઇ રહેલો વીડિયો જોઇને તમારા રુંઆટા ઉભા થઇ જશે. આ વીડિયો જોઇને તમને સમજાઇ જશે કે વાળ ડ્રેસઅપ માટે વપરાતો હેર ડ્રાઇર કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે.
સ્નાન કર્યા બાદ લોકો વાળને સુખાવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરતાં હોય છે. સાથે જ આજકાલ વાળ કાપતી વખતે વાળંદ હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. વાળને સરખા કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ હેર ડ્રાયર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો જોયા પછી તમે કંપી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હેર ડ્રાયરનો ઉપયોગ વાળંદ અને વાળ કાપવા આવેલા વ્યક્તિ માટે જીવલેણ બની ગયો.
વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ વાળ કપાવવા માટે વાળંદની દુકાને ગયો હતો. વાળ કાપ્યા પછી વાળંદ હેર ડ્રાયરને ઇલેક્ટ્રિકલ બોર્ડમાં પ્લગ કરે છે અને પછી તેને ચાલુ કરે છે. હેર ડ્રાયર ચાલુ કરતાં જ એક આઘાતજનક ઘટના બને છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ડ્રાયરમાંથી અચાનક આગ નીકળે છે. જેની ઝપેટમાં વાળંદ અને વાળ કપાવવા આવનાર વ્યક્તિ આવી જાય છે. દુકાનમાં આગના ગોટા અને ધૂમાડો જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, ઘટના આ વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં બની હતી. પરંતુ છેલ્લા બે દિવસથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ઘટના કચ્છપુરના નારાયણગંજ વિસ્તારની છે. જે મુજબ ગ્રાહક અને વાળંદ બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, આ ઘટના થોડી જૂની છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ ઘટના હેર ડ્રાયરનો ઉપયોગ કરતાં લોકો માટે ઉદાહરણરૂપ છે. હેર ડ્રાયરમાં આગ કેવી રીતે લાગી હતી તે અંગે કોઇ જાણકારી મળી નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર