Woman hangs upside down from 19th floor: ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક 82 વર્ષીય મહિલા બિલ્ડિંગના 19મા માળની રેલિંગ પર ઊંધી લટકેલી છે. આ મહિલા કપડાં સૂકવી રહી હતી ત્યારે તે લપસી ગઈ હતી.
Viral Video: ઇન્ટરનેટ હવે માહિતી કરતાં વધારે વાયરલ અને ટ્રેન્ડીંગ પોસ્ટનું હબ બની ગયું છે. અહીં વાયરલ થતાં વિડીયો (Viral Video)માં ચોંકાવનારા અને ડરામણાં વિડીયોની પણ ભરમાર છે. આપણી આસપાસ બનતી કોઇપણ ઘટના હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આપણે ઘણી વખત ધ્રૂજવી દેનારા રોડ અકસ્માતો કે ભયાનક આગના વિડીયો જોવા મળે છે, જેનાથી કોઇપણ વ્યક્તિ હચમચી જાય.
આવો જ એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક 82 વર્ષીય મહિલા બિલ્ડિંગના 19મા માળની રેલિંગ પર ઊંધી લટકેલી (Woman hangs upside down from 19th floor) છે. આ ઘટના પૂર્વીય ચીનની છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (South China Morning Post)ની રિપોર્ટ મુજબ, મહિલા પૂર્વ ચીનના જિયાન્ગ્સુ (Jiangsu) પ્રાંતના યન્ગ્ઝહો (Yangzhou)માં પોતાના અપાર્ટમેન્ટના 19મા માળની બાલ્કની પર કપડાં લટકાવી રહી હતી ત્યારે તે નીચે પડી ગઈ.
ન્યુઝ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પૂર્વીય ચીનના જિયાન્ગ્સુ (Jiangsu) પ્રાંતમાં આવેલી એક બિલ્ડિંગના 19મા માળેથી પડી ગયેલી એક 82 વર્ષીય મહિલા ઊંધી લટકેલી જોવા મળી.’
An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/EvlYEJT4dC
આ ભયાનક વિડીયોમાં મહિલાના બંને પગ 19મા માળની બાલ્કનીના ક્લોધિંગ રેક પર અને તેની બોડી 18મા માળે લટકેલી જોવા મળે છે. તેને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દળે એ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી અને તેને કોઈ ઈજા પહોંચી ન હતી એવું રિપોર્ટ કહે છે.
આ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તરત જ વાયરલ થઈ ગયો. અત્યારસુધી આ વિડીયોને હજારો વ્યુઝ મળ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ફાયર બ્રિગેડે એ મહિલાને હેમખેમ બચાવી હતી. ઘટનાની તપાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જ્યારે તે મહિલા કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગઈ ત્યારે તે લપસી પડી હતી. લોકોએ એ મહિલાને બચાવનારા કર્મીઓની પ્રશંસા કરી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર