કોરોનાનો હાહાકાર : હવે હાથ નહીં પગ મિલાવી રહ્યા છે લોકો, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: March 2, 2020, 2:39 PM IST
કોરોનાનો હાહાકાર : હવે હાથ નહીં પગ મિલાવી રહ્યા છે લોકો, વીડિયો વાયરલ
કોરોનાવાયરસના ડરથી Hand Shakeને બદલે લોકોએ Leg Shake કરવાની યુક્તિ શોધી

કોરોનાવાયરસના ડરથી Hand Shakeને બદલે લોકોએ Leg Shake કરવાની યુક્તિ શોધી

  • Share this:
નવી દિલ્હી : કોરોનાવાયરલ (Coronavirus)થી દુનિયાભરમાં અત્યાર સુધી 3000 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચીન (China) ઉપરાંત આ વાયરસનો કહેર બીજા દેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. વાયરસનો સામનો કરવા માટે લોકો દરેક પ્રકારની તકેદારી રાખી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા (Social Media) પર એવા વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે જેમાં લોકો સંક્રમણના ડરથી પોતાના મિત્રોની સાથે હાથ મેળવવાને બદલે પગ મેળવતા જોવા મળી રહ્યા છે.

એક વીડિયોમાં કોરોનાવાયરસથી બચવા માટે એક વ્યક્તિ માસ્ક પહેરીને પોતાની ગાડીમાંથી બહાર આવતો જોવા મળે છે. તેનો એક મિત્ર બીજી તરફથી આવે છે તો તેઓ હાથ મિલાવવા જતા હોય છે પરંતુ બંને અટકી જાય છે. તેમને અહેસાસ થાય છે કે હાથ મિલાવવું યોગ્ય નથી. બાદમાં બંને એક બીજાને હેન્ડ શૅકને બદલે એક બીજાને પગ મિલાવે છે.સોશિયલ મીડિયા પર #Leg shake" instead of "handshake" ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
નોંધનીય છે કે, કોરોનાવાયરસના કારણે ચીનમાં વધુ 42 લોકોનાં મોત થયાની સાથે દુનિયાભરમાં આ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 3,000ને પાર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ મુજબ તમામ 42 લોકોનાં મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. આયોગે એમ પણ જણાવ્યું કે હવે વાયરસનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે અને સંક્રમણના નવા કેસ સામે આવવાની ઝડપ પણ ઘટી ગઈ છે.

આ પણ વાંચો, મહિલા IASની પહેલ, ખાનગીને બદલે સરકારી હૉસ્પિટલમાં આપ્યો દીકરાને જન્મ
First published: March 2, 2020, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading