Home /News /eye-catcher /વીડિયો: અન્ય સમુદ્ર જીવોના શરીર પર ચીપકી જાય છે આ માછલી, ચુંબક જેવી હોય છે બોડી

વીડિયો: અન્ય સમુદ્ર જીવોના શરીર પર ચીપકી જાય છે આ માછલી, ચુંબક જેવી હોય છે બોડી

સમુદ્ર જીવોના શરીર પર ચીપકી જાય છે આ માછલી

Viral video: આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માછલી (fish stick like magnet with other sea creatures) જોવા મળે છે જે ચુંબકની જેમ વસ્તુઓને વળગી રહે છે. આ માછલીનું નામ રેમોરા છે. જાણો તેમનામાં શું ખાસ છે.

    વિશ્વના જેટલા જીવો છે તેમનામાં કંઈક વિશેષ છે જે તેમને અલગ બનાવે છે. કેટલાક ખૂબ ઊંચે ઉડી શકે છે, કેટલાક દિવાલો પર ચાલી શકે છે, કેટલાક ઝડપથી દોડી શકે છે અને કેટલાક તેમના દાંત વડે સૌથી સખ્ત ચામડીને ફાડી શકે છે. ગરોળી જેવા જીવો સરળતાથી કોઈપણ વસ્તુને વળગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક માછલી એવી પણ છે જે ગરોળી જેવી વસ્તુઓને વળગી રહે છે?

    ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'World's Best Reels' પર અવારનવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યો છે કારણ કે તેમાં એક માછલી દેખાઈ રહી છે જે ચુંબકની જેમ વસ્તુઓ સાથે ચીપકી જાય છે. તેને જોઈને એવું જ લાગશે કે આ કોઈ ગરોળી છે જે વસ્તુઓને ચીપકે છે.

    આ પણ વાંચો: Viral News: સોમાલિયાથી આયાત કરાયેલા કેળામાં ઝેરી જંતુ હોવાનો વીડિયો વાયરલ 

    વસ્તુઓ સાથે ચીપકી જાય છે માછલી


    વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના હાથમાં માછલી પકડી છે. જેનું નામ રેમોરા માછલી છે. તેને શાર્ક સકર પણ કહેવામાં આવે છે. શખ્સ પહેલા માછલીનું પેટ બતાવે છે અને પછી ફરીને તેના માથાના ઉપરના ભાગને બતાવે છે, જેમાં પટ્ટાવાળા નિશાન અને ખાંચ જેવો ભાગ છે. વાસ્તવમાં, આ ખાંચો એક ચુંબક છે જેની મદદથી આ માછલી કોઈપણ વસ્તુને વળગી શકે છે. જેવો જ વ્યક્તિએ તે ખાંચાની મદદથી બોટની બોડી પર માછલીને ફસાવી તે આસાનીથી ચીપકી ગઈ.






    આ પણ વાચો: કુતરાના સુંદર અને રેશમી વાળ જોઈ તમને પણ થશે ઈર્ષા, સોશિયલ મીડિયા પર વાયરલ

    કયા જીવોને વળગી રહે છે માછલી અને શા માટે?


    આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ માછલી કઈ વસ્તુઓ પર ચોંટી જાય છે. હવે પાણીની અંદર કોઈ નાવડી કે કોઈ દીવાલ આવતી નથી! હકીકતમાં, આ જીવ અન્ય દરિયાઈ જીવોને વળગી રહે છે. આ કારણોસર આ માછલીને સાર્ક સકર કહેવામાં આવે છે. પરંતુ શા માટે તે જીવંત જીવને વળગી રહે છે? માનટા રે, કાચબા અને શાર્કને વળગીને થોડા અંતરે મુસાફરી કરે છે અને તે જીવોના મોંમાંથી નીકળતા ખોરાકના ટુકડા ખાય છે અને પ્રવાસ દરમિયાન પાણીમાં જે પણ ખોરાક પસાર થાય છે તે એકસાથે ગળી જાય છે. આ સિવાય આ જીવ શાર્કના શરીર પર પરોપજીવી જેવા જીવોને પણ ખાય છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Ajab Gajab, Social Media Viral, Viral videos

    विज्ञापन
    विज्ञापन