સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલાને ખાવી પડી હાથીની લાત, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: July 2, 2020, 4:18 PM IST
સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલાને ખાવી પડી હાથીની લાત, જુઓ વીડિયો
હાથીએ મારી મહિલાને લાત

  • Share this:
કેટલાક લોકોને સેલ્ફીનો બહુ ક્રેઝ હોય છે. કોઇ પણ વસ્તુ કે કોઇ પણ સ્થળે લોકો સેલ્ફી ખેંચવા બેસી જાય છે. પણ કેટલીક વારે સેલ્ફી લેવાના ચક્કરમાં ઉલમાંથી ચુલમાં પડી જવાય છે. આવું જ કંઇક એક મહિલા સાથે પણ થયું જેણે હાથી સાથે સેલ્ફી પડાવાનો પ્રયાસ કર્યો હતો. પણ હાથીને આ વાત ન ગમતા મહિલાને હાથીની લાત ખાવાનો વારો આવ્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં હસીનું પાત્ર બની હતી. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિલાને હાથી સાથે વીડિયો પડાવવો ભારે પડ્યો હતો.

આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા હાથી સાથે સેલ્ફી ખેંચવાનો પ્રયાસ કરે છે. પણ લાગે છે કે હાથીનો સેલ્ફી પડવાનો મૂડ નથી. માટે તે અહીં તહીં માથુ હલાવે છે. જો કે તેમ છતાં પરફેક્ટ શોર્ટની આશ સાથે મહિલા પોતાના પ્રયાસો ચાલી રાખે છે. તે વચ્ચે વચ્ચે હાથીને સહેલાવે પણ છે પણ હાથીને આ તમામ વાતોથી ગુસ્સો આવે છે. અને તે પાછલા પગથી એવી લાત મારે છે મહિલા પણ વિચારતી થઇ જાય છે કે આ મને પાછળથી કોણે લાત મારી લીધી. જો કે પાછળથી હાથીએ જ લાત મારી છે તે વાતનો અહેસાસ થતા ત્યાં હાજર બધા હસી પડે છે.


આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પર શેર કર્યું છે. અને વીડિયોના કેપ્શનમાં સુશાંત નંદાએ લખ્યું છે કે સેલ્ફી લેવાની ફી એક કીક. આ વીડિયો જોયા પછી અનેક લોકોએ અલગ અલગ કૉમેન્ટ કરી છે. એય યુઝરે લખ્યું કે હાથીના બાળકો સૌથી ક્યૂટ અને બેસ્ટ હોય છે.


ઇન્દ્રાકાંતિ નામના ટ્વિટર યુઝરે આ વીડિયોને જોઇને કહ્યું ખૂબ જ ક્યૂટ છે.

આ વીડિયો પર અલગ અલગ લોકોએ અલગ અલગ કૉમેન્ટ કરી હતી. અને લોકો આ મહિલાના સેલ્ફી પ્રેમ અને હાથીના રિએક્શનને જોઇને ખૂબ જ ખુશ થયા હતા.
First published: July 2, 2020, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading