Home /News /eye-catcher /

Viral Video: સાંકડા રસ્તા પર ડ્રાઈવરે એવી રીતે વાળી કાર કે સોશિયલ મીડિયા પર યૂઝર્સ થઇ ગયા ડ્રાઈવરના ફેન

Viral Video: સાંકડા રસ્તા પર ડ્રાઈવરે એવી રીતે વાળી કાર કે સોશિયલ મીડિયા પર યૂઝર્સ થઇ ગયા ડ્રાઈવરના ફેન

સાંકડા રસ્તા પર ડ્રાઈવરે એવી રીતે વાળી કાર કે સોશિયલ મિડિયા પર યુઝર્સ થઇ ગયા ડ્રાઈવરના ફેન

OMG: સોશિયલ મીડિયાના (Social Media)દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો (Viral Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ડ્રાઇવરને લોકો હેવી ડ્રાઇવર કહીને સંબોધી રહ્યા છે. આ વિડીયોને 1.4 મિલિયન વ્યૂઝ, 18.2 હજાર લાઈક્સ અને 4.3 હજાર રીટ્વીટ મળ્યા છે.

વધુ જુઓ ...
    સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં લોકોનું ટેલેન્ટ જોવા મળે છે. ઘણાં એવાં વિડીયો પણ જોવા મળે છે, જે જોઇને આપણી આંખો પર જ આપણને વિશ્વાસ ન થાય. સોશિયલ વિડિયોમાં આજકાલ એક આવો જ વિડીયો વાઇરલ (Viral Video) થઇ રહ્યો છે. તમે વાહન ચલાવતા, ગાડી પાર્ક કરતાં અતરંગી અને ચાલુ ગાડીએ (Car) ડાન્સ કરતાં લોકોના વિડીયો તમે જોયા હશે, પણ વાહન ચલાવવું એ બાળકોની રમત નથી. એક નાની ભૂલ જીવનને જોખમમાં મુકી શકે છે, પણ અહીં એક ડ્રાઇવરે એ કરી બતાવ્યું, જેની કોઇને આશા જ નહોતી.

    ઓછા સ્પેસમાં કારને વાળી લીધી

    સોશિયલ મીડિયામાં લોકો આ ડ્રાઇવરની પ્રશંસા કરી રહ્યાં છે, પણ આ ટેલેન્ટ હતું કે મુર્ખામી, એવું પણ ઘણાં યુઝર્સ કહી રહ્યાં છે, કારણ કે વિડીયો જોતાં જ લાગે કે આ ભાઇ પાક્કા આજે પહાડી પરથી ગયા જ છે... પણ આ ડ્રાઇવર તો સાંકળા રસ્તા પર પણ આરામથી વાહન ચલાવી શકે છે.

    આ પણ વાંચો-Chand Nawab viral video: ફરી વાયરલ બન્યો પાક. પત્રકાર ચાંદ નવાબ,રિપોર્ટિંગ જોઈને હસવું નહીં રોકાય

    શું છે વિડીયોમાં?

    27 સેકન્ડના આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક બ્લુ કલરની કાર એક સાંકડો રસ્તા તરફ જઇ રહી છે, જ્યાં એક તરફ ખાઇ છે અને બીજી બાજુ પહાડ છે. એ જ રસ્તા પર કારનો ડ્રાઇવર પોતાની કાર વાળી રહ્યો છે. આ કાર વચ્ચે અટકી ગઇ છે. વિડીયો જોતાં એમ લાગે કે, ડ્રાઇવરની નાની એવી ભૂલ કારને અને ડ્રાઇવરને પહાડ પરથી નીચે ફેંકી દેશે, પણ ડ્રાઇવરે પોતાની સુઝબુઝથી કારને સાંકળા રસ્તા પરથી કાઢી, ત્યાં તેની મદદ કરનાર કોઇ નહોતુ. જો કે, કારમાં બેઠેલો ચાલક બે-ત્રણ વાર કારને આગળ-પાછળ ખસેડીને આરામથી કાર વાળી લે છે. જ્યારે તે કાર વાળે છે, ત્યારે તેના પાછળના પૈડા ભાગ્યે જ તેને ખાઈમાં જતા અટકાવી શકે છે. પરંતુ આ વ્યક્તિ ડ્રાઇવિંગમાં એટલો નિપુણ નીકળ્યો કે, તેણે થોડી જ સેકન્ડોમાં પોતાનું ટેલેન્ટ બતાવી દીધુ.








    View this post on Instagram






    A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)






    ઇન્ટરનેટ પર છવાઈ ગયો વિડીયો

    સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ડ્રાઇવરને લોકો હેવી ડ્રાઇવર કહીને સંબોધી રહ્યા છે. આ વિડીયોને 1.4 મિલિયન વ્યૂઝ, 18.2 હજાર લાઈક્સ અને 4.3 હજાર રીટ્વીટ મળ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Social media, વાયરલ વીડિયો

    આગામી સમાચાર