Viral Video: મેક્સિકોમાં થઇ રડવાની હરિફાઇ, લોકોનો રડી રડીને થયો આવો હાલ

રોતી મહિલાની તસવીર

દર વર્ષે થનાર રોવાની આ હરિફાઇને આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે. આ વખતે આ કોમ્પિટિશનને ઓનલાઇન રાખવામાં આવી છે. જેમાં લોકોએ પોતાના 2-2 મિનિટના રોવાના વીડિયો બનાવીને મોકલવાના છે.

 • Share this:
  મેક્સિકો (Mexico)માં દર વર્ષે 1 નવેમ્બરે ધ ડે ઓફ ધ ડેડ (Day Of Dead) ઉત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના પૂર્વજોની કબર પર જાય છે. ત્યાં તેમની મનગમતી વસ્તુઓ મૂકે છે. અને ફૂલોથી સુંદર રીતે તેમની કબર સજાવી. તેમના ફોટો નીચે મીણબત્તી મૂકી તેમને યાદ કરે છે. મેક્સિકોનો આ તહેવાર દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને મેક્સિકોમાં તેને મોટો પાયે ભારે ધામધૂમ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે એક પ્રસિદ્ધ રોવાની કોમ્પીટીશન પણ થાય છે. જે પછી સૌથી સારું રડનારને ઇનામ આપવામાં આવે છે.

  ઉલ્લેખનીય છે કે મેક્સિકો પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અને અનેક લોકોની અહીં પણ કોરોનાના કારણે મોત થઇ છે. ત્યારે સ્થિતિને જોતા અહીંની સરકારે આ વખતે કબ્રસ્તાન બંધ રાખ્યા છે. NYTની રિપોર્ટ મુજબ આ વખતે ડે ઓફ ડેની દિવસે તમામ સાર્વજનિક ઉત્સવો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે સાથે લોકો ના તો કબર પર જઇ શકશે, ના જ ત્યાં જઇને રોઇ શકશે.

  વધુ વાંચો : Business Opportunity: ખાલી 35 હજાર રૂપિયામાં શરૂ કરો પોતાનો વેપાર, કરો લાખોની કમાણી!

  જો કે તેમ છતાં સૈન જુઆન ડેલ રિયો શહેરમાં દર વર્ષે થનાર રોવાની કોમ્પીટીશનને આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે. આ વખતે આ કોમ્પિટિશનને ઓનલાઇન રાખવામાં આવી છે. જેમાં લોકોએ પોતાના 2-2 મિનિટના રોવાના વીડિયો બનાવીને મોકલવાના છે.  દર વર્ષે આ પ્રતિયોગિતામાં લાઇવ પર્ફોર્મન્સ આપવામાં આવે છે. પણ આ વર્ષે વર્ચ્યુઅલની આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને નવાઇની વાત એ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે અહીં ડબલ નંબરમાં એન્ટ્રી પહોંચી હતી. સર્વશ્રેષ્ઠ રોવા વાળાને પસંદ કરવું તે એક પ્રાચીન પરંપરા મુજબ છે. આ પહેલા પણ કોઇ પ્રસંગે રોવા માટે ભાડે મહિલાઓ બોલવવામાં આવતી હતી. રોવાની આ હરિફાઇમાં પહેલો એવોર્ડ કેલિફોર્નિયાની પ્રિંસેસા કેટલીના ચાવેજને મળ્યો છે. એક્ટ્રેસ તેવી ચાવેજ આ પહેલા કદી નથી રોઇ પણ આ વર્ષે તે ખૂબ જ રોઇ હતી. તેનું કહેવું છે કે કોરોનાના કારણે હું રડવા પર મજબૂર થઇ છું.

  કેટલીનાએ એક અજાણી કબર પાસે બેસીને આ વીડિયો બનાવ્યો છે. અને તે માટે તેણે પરવાનગી પણ લીધી હતી. બીજા સ્થાને 58 વર્ષીય સિલ્વેરિયા બાલ્ડેરાસ રુબિયાએ કહ્યું કે મેં પહેલા જે મહિલા જીતી તેને જોઇ અને તે રીતે જ રોઇને હું આ હરિફાઇ જીતી ગઇ. સૌથી વધુ બ્રેંડા અનાકેરેનના વીડિયો ચર્ચામાં રહ્યો હતો. 2020માં તેમણે કોરો કોરોનાને લઇને વીડિયો બનાવ્યો હતો. 31 વર્ષીય બ્રેંડા કહે છે કે આ વર્ષની મુશ્કેલીઓએ મને વીડિયો બનાવવા માટે પ્રેરણા આપી. પુરુષોએ પણ આ હરિફાઇમાં ભાગ લીધો હતો. અહીં મૃત્યુ પર ખાલી રડવું નહીં હસવું પણ મેક્સિકન પરંપરાનો ભાગ માનવામાં આવે છે.
  Published by:Chaitali Shukla
  First published: