દીકરીએ જોયું 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા પિતાનું ભૂત, Video વાયરલ

News18 Gujarati
Updated: August 31, 2020, 10:33 AM IST
દીકરીએ જોયું 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા પિતાનું ભૂત, Video વાયરલ
CCTV કેમેરામાં કેદ થયું પિતાનું ભૂત, વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

CCTV કેમેરામાં કેદ થયું પિતાનું ભૂત, વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

  • Share this:
ટેક્સાસઃ તમે અનેકવાર ભૂતો વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે પરંતુ કદાચ જ તમે કોઈ ભૂત (Ghost)ને પોતાની નરી આંખે જોયું હશે. અમેરિકાના ટેક્સાસ (Texas)માં એક મહિલાએ દાવો કર્યો છે કે તેણે પોતાના પિતાનું ભૂત જોયું. મહિલાનું કહેવું છે કે તેણે તેના પિતાના ભૂતને તે સમયે જોયું જ્યારે તે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે, નોર્મા નામની આ મહિલાના પિતાનું લગભગ 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. હવે મહિલાની માતા કેન્સરનો સામનો કરી રહી છે. મીડીયા રિપોર્ટ્સ માનીએ તો એક દિવસ જ્યારે મહિલા પોતાની કેન્સર પીડિત માતા સાથે વાત કરી રહી હતી, ત્યારે તે બીજામાં રૂમમાં ગઈ.

ત્યારે તેને સિક્યુરિટી કેમેરામાં કંઈક હલચલ જોવા મળી, જેને લઈને મહિલાનું કહેવું છે કે કેમેરામાં જોવા મળેલી આત્મા તેમના દિવંગત પિતાની હતી. મહિલાનું માનીએ તો જ્યારે તેઓ ચેક કરવા માટે બહાર ગયા તો તેમને એક આત્મા જોવા મળી જે ખુરશી પર બેઠેલી હતી. મહિલાનું કહેવું છે કે તે આત્મા બીજા કોઈની નહીં પરંતુ તેમના પિતાની હતી. કેમેરામાં કેદ ભૂતની તસવીરોને ઓનલાઇન જાહેર કરવામાં આવી છે જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે, નોર્મા છેલ્લા બે મહિનાથી પોતાની માતાની દેખભાળ કરી રહી છે, જે ટર્મિનલ કેન્સરથી પીડિત છે.


આ પણ વાંચો, સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!

એવા સમયે જ્યારે તે પોતાની માતા સાથે ભાવનાત્મક વાતચીત કરી રહી હતી ત્યારે પોતાના માટે થોડો સમય જોઈતો હતો. નોર્માનું માનીએ તો આ દરમિયાન તે પોતાના પિતાને યાદ કરી રહી હતી અને તેમની વાત કરી રહી હતી. ત્યારે તેને આભાસ થયો કે બહાર કોઈ છે. જ્યારે તે ત્યાં પહોંચી તો તેને એક સફેદ આત્મા જોવા મળી જે ખુરશી પર બેઠેલી હતી. આ મહિલાના પિતા લિએન્ડરોનું પસંદગીનું સ્થાન હતું. આ પહેલા મહિલાને વિશ્વાસ થઈ ગયો કે તેમના પિતા તેમને મળવા માટે ત્યાં આવ્યા છે.

આ પણ વાંચો, BSNL Vs Vodafone: આ સસ્તા રિચાર્જમાં દરરોજ મેળવો 2GB ડેટા, કરો અનલિમિટેડ ફ્રી Calling‘ધ સન’ના રિપોર્ટ મુજબ, મહિલાએ જણાવ્યું કે, ઘરની બહાર થઈ રહેલી હલચલને લઈ મને આશા હતી કે ત્યાં કોઈ બિલાડી કે અન્ય જાનવર હશે, પરંતુ હકીકત તો કંઈક બીજી જ હતી. હું મારા પિતાને યાદ કરી રહ્યો હતો, ત્યારે તયાં સફેદ આત્મા જોવા મળી. હું મારી માતાને જણાવ્યું અને મને લાગ્યું કે તેઓ મારા માટે આવી રહ્યા છે, તેથી ડર બિલકુલ પણ ન લાગ્યો. મહિલાએ કહ્યું કે વીડિયોને જોયા બાદ તેને શાંતિની અનુભૂતિ થઈ. પહેલી વાત જે મારા મગજમાં આવી તે હતી કે મારા પિતાજી અને મને તાત્કાલિક ખબર પડી હતી કે આ તેઓ જ છે.
Published by: Mrunal Bhojak
First published: August 31, 2020, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading