Home /News /eye-catcher /

VIDEO: ઉડતા જંતુઓને મારી Chimpanzee એ ભર્યો બાળકનો ઘા, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો

VIDEO: ઉડતા જંતુઓને મારી Chimpanzee એ ભર્યો બાળકનો ઘા, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો

મધ્ય આફ્રિકાના ગેબોન (Gabon, Central Africa)માં આવેલા ઓઝુગા ચિમ્પાન્ઝી પ્રોજેક્ટ (Ozouga Chimpanzee Project)ના સંશોધકો છેલ્લા કેટલાક સમયથી ચિમ્પાન્ઝી પર સંશોધન કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ચિમ્પાન્ઝી (research on chimpanzee) સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત શેર કરી છે.

મધ્ય આફ્રિકાના ગેબોન (Gabon, Central Africa)માં આવેલા ઓઝુગા ચિમ્પાન્ઝી પ્રોજેક્ટ (Ozouga Chimpanzee Project)ના સંશોધકો છેલ્લા કેટલાક સમયથી ચિમ્પાન્ઝી પર સંશોધન કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ચિમ્પાન્ઝી (research on chimpanzee) સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત શેર કરી છે.

વધુ જુઓ ...
    સામાન્ય રીતે આપણા ઘરમાં કોઈની તબિયત ખરાબ હોય ત્યારે આપણે ઘરગથ્થુ ઉપચાર (Home remedies) કરવાનું શરૂ કરી દઈએ છીએ. ધીમે ધીમે લોકોને આ પદ્ધતિઓનો એટલો બધો અનુભવ થઈ જાય છે કે તેઓ ફરીથી ડૉક્ટરો પાસે ના જઈને જાતે જ આ રીતથી પોતાનું સ્વાસ્થ્ય સુધારે છે. હવે લોકો ઘરમાં રહીને, ડેકોક્શન અને અન્ય વસ્તુઓનું સેવન કરીને કોરોના જેવા વાયરસ (Home remedies for coronavirus)ની સારવાર પણ કરી રહ્યા છે.

    પરંતુ શું તમે જાણો છો કે દવા અને સારવારનો આ અનુભવ માત્ર માણસોમાં જ નહીં, પરંતુ વાંદરાઓમાં પણ છે. હાલમાં જ એક વીડિયો(Chimpanzee treating baby by applying insect video) વાયરલ થઈ રહ્યો છે, જેના દ્વારા વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે.

    મધ્ય આફ્રિકાના ગેબોન (Gabon, Central Africa)માં આવેલા ઓઝુગા ચિમ્પાન્ઝી પ્રોજેક્ટ (Ozouga Chimpanzee Project)ના સંશોધકો છેલ્લા કેટલાક સમયથી ચિમ્પાન્ઝી પર સંશોધન કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ચિમ્પાન્ઝી (research on chimpanzee) સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત જોઇ અને તેને લોકો સાથે શેર કરી હતી. આ વીડિયોમાં એક માદા ચિમ્પાન્ઝી પોતાના બાળકો સાથે જોવા મળી રહી છે. અચાનક તે હવામાં ઉડતી એક કીડાને પકડી લે છે અને પછી તેને પહેલા તેના મોઢામાં મૂકે છે અને પછી તેના બાળકોના શરીર પર ઘા જોવા લાગે છે.



    આ પણ વાંચો: LION VIDEO: જંગલમાં ફરવા ગયેલા પ્રવાસીઓનો સામનો થયો સિંહ સાથે! 6 ડરામણી ક્ષણો જોઈને ધ્રૂજી ઉઠશો 

    ચિમ્પાન્ઝીએ ભર્યો બાળકનો ઘા
    બાળકનો ઘા જોયા બાદ તે મોંમાંથી કીડાને કાઢીને બાળકના ઘા પર લગાવી દે છે. આ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ માને છે કે મનુષ્યોની જેમ ચિમ્પાન્ઝીમાં પણ પોતાની સારવાર કરવાની ક્ષમતા ઘરાવે છે(chimpanzee treating baby from insect). વૈજ્ઞાનિકોને ખબર નથી કે તે કયો કૃમિ હતો, પરંતુ તેઓ માને છે કે કૃમિને ઘામાં નાખવાથી કાં તો ચિમ્પાન્ઝી ઈજાને સાફ કરવાનું કામ કરે છે અથવા તો પીડાને દૂર કરવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: LION VIDEO: જંગલમાં ફરવા ગયેલા પ્રવાસીઓનો સામનો થયો સિંહ સાથે! 6 ડરામણી ક્ષણો જોઈને ધ્રૂજી ઉઠશો

    સંશોઘકોએ આપી ચોંકાવનારી જાણકારી
    ડેલી મેલીના રિપોર્ટ અનુસાર સુઝી નામની માદા ચિમ્પાન્ઝીએ પોતાના પુત્ર સિયાના ઘા પર કીડો લગાવ્યો. સંશોધકોએ ડેલી મેલને જણાવ્યું હતું કે સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા માદા ચિમ્પાન્ઝી બાળકની ઈજા જુએ છે, પછી તે કીડાને પકડીને તેના પર લગાવી દે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આ દર્શાવે છે કે ચિમ્પાન્ઝીમાં પણ મનુષ્યની જેમ સામાજિક હોવાનો ગુણ હોય છે. તમને જણાવી દઈએ કે આ રિસર્ચ એલેસાન્ડ્રા મસ્કરો અને તેમની ટીમ કરી રહી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG VIDEO, Shocking Video, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર