મનીલાઃ ફિલિપાઇન્સ (Philippines)ના પેંગાસિનન (Pangasinan) શહેરથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચાસ્પદ બની રહ્યો છે. આ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તેને સમજવું લગભગ અશક્ય છે. એક કરિયાણાની દુકાનની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં (CCTV Footage) કેદ થયેલો આ વીડિયો છે જેમાં અજબ પ્રકારનો પડછાયો જોવા મળી રહ્યો છે. આ પડછાયો રસ્તા ક્રોસ કરી રહ્યો છે અને દરેક વાહનની આરપાર નીકળી જાય છે.
‘ધ સન’ના રિપોર્ટ મુજબ, આ ડરાવતો વીડિયો સામે આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારમાં લોકો ઘણા ડરી ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ રહસ્યમયી પડછાયો એક લૉરી, બે કાર અને એક મોટરસાઇકલની આરપાર નીકળી જાય છે. એવું લાગે છે કે તેને કોઈ જોઈ શકતું નથી. જે દુકાનદારના સીસીટીવીમાં આ વીડિયો કેદ થયો છે તેણે તેને જિન (ghoul) ગણાવ્યું છે જે એક પ્રકારનો શેતાન માનવામાં આવે છે. દુકાનદાર મુજબ આ ફુટેજ જૂનનો છે અને ડિલીટ કરવા દરમિયાન તેની નજર આ હિસ્સા પર પડી હતી.
આ વીડિયોમાં એક માણસના પડછાયા જેવું કંઈક જોવા મળી રહ્યું છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે. તે વાહનોની આરપાસ નીકળી જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડિલીવરી બોયથી તે એકદમ નજીકથી પસાર થાય છે. આ ડિલીવરી બોયનું નામ માઇકલ ફોર્ટો છે જે આ વીડિયો જોયા બાદથી જ ઘણો ડરેલો છે.
માઇકલે જણાવ્યું કે, મને તો હજુ સુધી મારી આંખો પર વિશ્વાસ નથી થતો, મને લાગતું હતું કે તે માત્ર ટીવીમાં જ દેખાય છે. દુકાનદાર જેની રેનાલ્તો મુજબ તેમને પણ હવે આ કામ કરવાથી ડર લાગ છે. તેઓએ કહ્યું કે જ્યારે પણ હું અહીંથી પસાર થઉં છું તો લાગે છે કે કોઈ મને ઘૂરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર