Home /News /eye-catcher /

ગણપતિ બાપ્પાની આરતી સાંભળી બિલાડીએ ભક્તિભાવથી તાળીઓ વગાડી! જુઓ મજેદાર Video

ગણપતિ બાપ્પાની આરતી સાંભળી બિલાડીએ ભક્તિભાવથી તાળીઓ વગાડી! જુઓ મજેદાર Video

શું બિલાડી ખરેખર આરતી સમયે તાળીઓ વગાડી રહી છે? વાયરલ વીડિયો જોઈને તમે જાતે જ લો નિર્ણય

શું બિલાડી ખરેખર આરતી સમયે તાળીઓ વગાડી રહી છે? વાયરલ વીડિયો જોઈને તમે જાતે જ લો નિર્ણય

    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર બિલાડીના અનેક મજેદાર વીડિયો (Funny Video) વાયરલ થતા રહેતા હોય છે. બિલાડી પોતાની હરકતોથી કૂતરાઓને પરેશાન કરતા વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે. પરંતુ આ વખતે બિલાડીના ભક્તિભાવને દર્શાવતો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. ગણપતિ દાદાની આરતી (Lord Ganesha's Aarti) સાંભળીને આ બિલાડી ભક્તિમય બની તાળીઓ વગાડવા માંડે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને IAS અધિકારી અવનીષ શરણે (IAS Officer Awanish Sharan) શૅર કર્યો છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડમાં ભગવાન ગણેશની આરતી ચાલી રહી છે અને બિલાડી તાળીઓ વગાડી રહી છે. પાછળ પણ અનેક લોકોની તાળીઓ સંભળાઈ રહી છે. શક્ય છે કે તે લોકોને જોઈને બિલાડી તેમની નકલ કરવાનો પ્રયાસ કરી રહી હોય. અનેક યૂઝર્સ આ વીડિયો પર સવાલ પણ ઊભા કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પાછળથી આરતી ઉમેરવામાં આવી છે. જેના કારણે એવું લાગી રહ્યું છે કે તે આરતી સમયે તાળીઓ વગાડી રહી છે.


    આ પણ જુઓ, દીકરીએ જોયું 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા પિતાનું ભૂત, Video વાયરલ

    અવનીશ શરણે વીડિયો શૅર કરતાં હિન્દીમાં કેપ્શન લખ્યું કે, ‘ભક્તિ ભાવ સે સરાબોર’.

    આ પણ વાંચો, ખુશખબર! હવે માત્ર 399 રૂપિયામાં મળશે JioFiberના ફાયદા, 30 દિવસ સુધી Free Trial પણ...

    આ વીડિયોને તેમણે 30 ઓગસ્ટે શૅર કર્યો હતો, જેના અત્યાર સુધીમાં 12 હજારથી પણ વધૂ વ્યૂજ મળી ચૂક્યા છે. સાથોસાથ હજારોની સંખ્યામાં લાઇક્સ અને 200થી વધુ લોકોને તેને રિ-ટ્વિટ કર્યો છે. લોકોને આ વીડિયો ઘણો મજેદાર લાગી રહ્યો છે અને તેની પર પોતાના રિએક્શન પણ આપ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Eco ganesha, Ganesh Chaturthi, Ganesh Chaturthi 2020, Ganesha, Social media, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन