ટાયર ટ્યૂબમાં ફસાયો બેબી હાથી, ભાગીને આવી માતા, video જોઈ થઈ જશો ભાવુક

હાથીનું બાળક ટાયર ટ્યૂબમાં (Baby elephant gets stuck in tyre) ફસાઈ જાય છે (Credit- Twitter)

Viral video- માતાનો પ્રેમ સૌથી નિસ્વાર્થ છે. માનવ હોય કે પ્રાણી, માતા તેના બાળકને મુશ્કેલીમાં જુએ છે તો તરત જ તેની પાસે પહોંચી જાય છે

 • Share this:
  માતાનો પ્રેમ સૌથી નિસ્વાર્થ છે. માનવ હોય કે પ્રાણી, માતા તેના બાળકને મુશ્કેલીમાં જુએ છે તો તરત જ તેની પાસે પહોંચી જાય છે અને તેની સમસ્યાનું નિદાન કરે છે. માતા-બાળકનો પવિત્ર બોન્ડ દર્શાવતો આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video Of Baby elephant)થઈ રહ્યો છે. બેબી હાથીનો આ વાયરલ વીડિયો, જેમાં એક હાથી અને એક નાનો હાથી દેખાઈ રહ્યો છે. જ્યારે બેબી હાથી ટાયરના સ્વિંગમાં ફસાઈ જાય (Baby elephant gets stuck in tyre)છે, ત્યારે તેની માતા ભાગીને તેને બચાવે છે.

  આ વીડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર @Gannuuprem નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળતા બેબી હાથી અને હાથી વચ્ચેના સુંદર સંબંધ જોઈ કોઈના પણ હોઠ પર સ્મિત ચોક્કસ આવશે. પ્રાણીઓ અને મનુષ્યોમાં મમતા સમાન છે તે બતાવવા માટે આ પૂરતું છે. બાળક જ્યારે બિલકુલ પીડામાં હોય છે ત્યારે માતા બાળક પાસે દોડી જાય છે.

  આ પણ વાંચો - Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

  સ્વિંગમાં ફસાયેલો બેબી હાથી

  વીડિયોની શરૂઆતમાં એક નાનો ક્યૂટ હાથી જોવા મળી રહ્યો છે, જે ટાયરના સ્વિંગ સાથે રમી રહ્યો છે. રમતરમતમાં હાથીનો એક પગ ટાયરની વચ્ચે ફસાઈ જાય છે. થોડા સમય માટે હાથી ટાયરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ જ્યારે તે તેમાંથી બહાર નીકળી શકતો નથી, ત્યારે તેની માતા તેની પાસે દોડી આવે છે અને બાળકને બહાર કાઢે છે. માતાનુ ભાગીને બાળક પાસે બચાવવા માટે આવવાની આ પ્રતિક્રિયા વીડિયોને ખાસ બનાવી રહી છે.  આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

  લોકો વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે

  આખરે માતા બાળક સાથે થોડો સંઘર્ષ કર્યા પછી તેને ટાયર સ્વિંગમાંથી બહાર કાઢે છે. નાનો હાથી પણ ટાયરમાંથી બહાર નીકળીને ખુશ છે અને તેની માતા જતા જતા રસ્તામાં એક પગથી ટાયર દૂર પણ કરી દે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 90,000થી પણ વઘુ વખત જોવામાં આવ્યો છે. આ મનમોહક વીડિયો જોઈને લોકો માતા-બાળકની જોડી પર પ્રેમ લૂંટાવી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: