હીરો ચોરીને ક્ષણવારમાં લખપતિ બની ગઇ કીડી, Video થયો વાયરલ

હિરાચોર કીડી

આજ દિવસ સુધી તમે કીડીને ખાંડ ચોરાવતી જોઇ હશે પણ હિરો ચોરવતી જોઇ છે?ના ને તો જુઓ આ રસપ્રદ Video.

 • Share this:
  ન્યૂયોર્ક: હાલ સોના ચાંદીના ભાવ આસમાને છે. હિરા પણ બહુ મૂલ્યવાન મનાય છે. અને આજ કારણ છે કે મોટી મોટી ચોરીમાં સોનું કે હિરાની ચોરી થાય છે. અને કરોડા રૂપિયાના હિરા ચોરાઇ છે. પણ આજે અમે તમને એક અનોખા ચોર વિષે જણાવવા જઇ રહ્યા છીએ, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વીડિયોમાં એક કીડી હિરો ચોરાવીને ભાગતી નજરે પડે છે. અને આ વાતને તદ્દન સાચી છે. અને આજ કારણ છે કે કીડીનો આ વીડિયો હાલ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યો છે. તમને પણ સાંભળીને નવાઇ લાગશે કે કીડી અને ચોરી કેવી રીતે? પણ તે હકીકત છે કે કીડીએ જ કિંમતી હીરાની ચોરી કરી છે. અને આ ચોરી કરવાની સાથએ જ તે કીડી વિશ્વની સૌથી ધનિક કીડી (ant) બની ગઇ છે.

  આવો જ એક જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કીડી હીરો ચોરીને ભાગતી નજરે પડે છે. ન્યૂયોર્ક પોસ્ટે આ વિડિઓને યુટ્યુબ પર શેર કરે છે. આ વીડિયોને શેર કરતાં ન્યૂયોર્ક પોસ્ટમાં લખ્યું છે કે, "તે જાણી શકાયું નથી કે સત્તાવાળાઓએ કીડી પકડી હતી કે નહીં અને હીરો તેના માલિકને પાછો કર્યો હતો કે કેમ?"  આ વાઈરલ વીડિયો પર બધા યુઝર્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "હવે તે કીડીઓ પર પણ વિશ્વાસ કરી શકતો નથી." તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું કે, "હવે કદાચ કોઈ હીરાની ચોરી કરી કીડી પર દોષ મૂકી દેશે." તે જ સમયે, મનોજ નારાયણ નામના યુઝર્સે લખ્યું, "આ એક ટ્રેનિંગ મેળવેલી કીડી છે." જસવંત નામના યુઝરે ટિપ્પણી કરી, "કરોડપતિ કીડી."તો બીજા એક યુઝરે કહ્યું 'પૃથ્વીની સૌથી ધનિક કીડી' ડેથમાસ્ટર 2 નામના યુઝરે લખ્યું કે, "કીડી કેમ હીરા લેશે? તેમાં ખાંડ હતી?"

  વધુ વાંચો : નેહા કક્કડએ રોહનપ્રીતના નામની લગાવી મહેંદી, જુઓ સુંદર Photos

  આમ એક પછી એક આ વીડિયો પર રમૂજી કોમેન્ટ આવી રહી છે. અને વીડિયો શેર અને વાયરલ પણ થઇ રહ્યો છે. વધુ એક યુઝરે કહ્યું કે "શું તમે કહી રહ્યા છો કે કીડીઓ પણ મનુષ્યની જેમ મૂર્ખ છે જે વિચારે છે કે હીરો એક મૂલ્યવાન વસ્તુ છે." તો બીજા યુઝરે કહ્યું કે, "આ હીરાની કીડી તેના જીવનસાથી માટે સગાઈની રિંગ બનાવશે!"

  થૌટકોના અહેવાલ મુજબ કીડી પોતાના વજન કરતા 50 ગણી ભારે ચીજો પણ ઉપાડી શકે છે. લાઇવ સાયન્સ વેબસાઇટ પર, એક અમેરિકન યુનિવર્સિટીના નિષ્ણાંતે એમ પણ કહ્યું છે કે કીડીઓ તેમના વજનથી 100 ગણી ભારે વસ્તુઓ ઉપાડી શકે છે.
  Published by:Chaitali Shukla
  First published: