નવી દિલ્હી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો (Delhi) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એર ઈન્ડિયાનું એક વિમાન (Air India Plane) ફુટઓવર બ્રિજની (FOB) નીચે ફસાઈ ગયું છે. આ ઘટના દિલ્હીથી ગુરૂગ્રામને (Delhi to Gurugram) જોડનારા રસ્તા પર બની. લગભગ 40 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસ વિમાન ફસાઈ ગયું હતું. જોઈ શકાય છે કે ફુટઓવર બ્રિજની નીચેથી વિમાન પસાર થઈ રહ્યું હતું અને આ દરમિયાન તેનો પાછલો હિસ્સો ફુટઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.
વીડિયો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. એર ઈન્ડિયા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી. કંપનીએ જણાવ્યું કે એક ખરાબ વિમાનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું. એર ઈન્ડિયાએ કહ્યું કે, આ ખરાબ વિમાનને જેણે ખરીદ્યું હતું, તે તેને લઈને જઈ રહ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એક જૂનું, ખરાબ થઈ ચૂકેલું જહાજ છે જેને પહેલા જ વેચવામાં આવ્યું છે.
#WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location?
The competition starts now👇 pic.twitter.com/pukB0VmsW3
વીડિયોમાં વાહનોને રસ્તાની એક તરફ પસાર થતા જોવા મળતા હતા, જ્યારે બીજી તરફ મોટાપાયે ટ્રાફિકજામ લાગી ગયો હતો અને વાહનોની સ્પીડ ધીમી પડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનો આગળનો હિસ્સો તો સરળતાથી નીકળી ગયો પરંતુ પાછળનો ભાવ ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયો.
દિલ્હી એરપોર્ટના (Delhi Airport) એક અધિકારીએ એવું પણ કહ્યું કે આ ઘટનામાં કોઈ ફ્લાઇટ કે ચાલુ વિમાન નથી. અધિકારીએ કહ્યું કે, વિમાન દિલ્હી એરપોર્ટથી સંબંધિત નથી અને વીડિયોમાં (Viral Video) તેને વિંગ વગર લઈ જવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે આ એક ખરાબ વિમાન છે અને ડ્રાઇવરે તેને લઈ જતી વખતે ખોટો નિર્ણય લીધો હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર