બ્રિટન : કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં માસ્ક (Mask) પહેરવાનું પ્રચલન ઝડપથી વધી રહ્યું છે. આવામાં બજારમાં અલગ-અલગ ફેશનેબલ માસ્ક મળવા લાગ્યા છે. જોકે ઇંગ્લેન્ડમાં એક અજીબ ઘટના બની છે. માન્ચેસ્ટરમાં એક યુવક બસ યાત્રા દરમિયાન પોતાના ચહેરા પર માસ્કના બદલે સાપ વિંટાળીને પહોંચી ગયો હતો. જેને જોઈને બસમાં પ્રવાસ કરી રહેલા બીજા મુસાફરો ડરી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બસમાં સાપને જોઈને લોકો ડરી ગયા તો યુવકે સાપને પોતાના ચહેરા પરથી હટાવીને હાથમાં લપેટી લીધો હતો. બસમાં પ્રવાસ કરી રહેલા એક પ્રત્યક્ષદર્શીએ માન્ચેસ્ટર ઇવનિંગને જણાવ્યું કે નિશ્ચિતરુપથી આ જોવું મનોરંજક હતું. તેણે પોતાના ચહેરાની ચારે તરફ સાપને વિંટાળી રાખ્યો હતો. પહેલા મેં વિચાર કર્યો કે તેણે માસ્ક પહેર્યું હશે. જોકે પછી તે સાપ આમથી તેમ ફરવા લાગ્યો ત્યારે ખબર પડી હતી. બસમાં યાત્રી કરનાર કેટલા મુસાફરો ડરી ગયા હતા.
માન્ચેસ્ટરમાં સ્ટેજકોવના એક પ્રવક્તાએ કહ્યું કે અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે આ રિપોર્ટથી આશ્ચર્ય છીએ અને તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. " isDesktop="true" id="1026755" >
તેમણે કહ્યું હતું કે અમારા બધા ગ્રાહક સાર્વજનિક પરિવહનના ઉપયોગ કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવાના સરકારી નિયમોનું પાલન કરશે. આ ઘટના પછી વિભાગ મામલાની તપાસ કરી રહ્યું છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે લોકો માસ્કનો પ્રયોગ કરી રહ્યા છે પણ સાપનો માસ્કના રૂપમાં ઉપયોગ કરવો અપ્રત્યાશિત ઘટના છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર