આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર અત્યંત વિશાળ છે અને મોટાભાગની પૃથ્વી મહાસાગરોથી ભરેલી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમુદ્ર કેટલો ઊંડો હશે? તમે ઘણી ફિલ્મો જોઈ હશે જેમાં લોકો સમુદ્રની નીચે ડૂબી જાય છે. ઘણી ફિલ્મોમાં લોકો સ્કૂબા ડાઇવિંગ માટે પાણીની અંદર પણ જાય છે, પરંતુ દર વખતે પ્રશ્ન એ ઊભો થાય છે કે સમુદ્રનો આધાર (Base of Ocean) કેટલો નીચો હશે. ચાલો તમારા આ પ્રશ્નનો જવાબ અમે આપીએ.
એક લાઈનમાં કહેવુ હોય તો આપણે એવું જ કહીશું કે સમુદ્ર ખૂબ ઊંડો (Ocean Depth) છે. કોઈ પણ વ્યક્તિ માટે આ 'ખૂબ' ઊંડો હોવાનો અંદાજ લગાવવો અશક્ય છે કારણ કે સમુદ્ર માનવ વિચારસરણી કરતા ઊંડો છે. ધ કન્વર્ઝેશન વેબસાઈટના જણાવ્યા અનુસાર, 500 વર્ષ પહેલાના ખલાસીઓ સમુદ્ર વિશે વધુ જાણવા માટે સફર પર જઈ રહ્યા હતાં.
પરંતુ લાંબા સમય સુઘી તેઓ આ જાણી શક્યા ન હતા. સામાન્ય રીતે લોકો તળાવ કે સ્વિમિંગ પૂલની ઊંડાઈ માપવા માટે લાંબી દોરી નાખે છે અને દોરડાના ભીના ભાગની માત્રા તળાવ કે પૂલ કેટલો ઊંડો છે તેનો ખ્યાલ આપે છે, પરંતુ આ નિયમ સમુદ્રમાં બિલકુલ લાગુ પડતો નથી.
Mariana Trenchની ઊંડાઈ છે સૌથી વઘુ
1872માં એચએસએસ ચેલેન્જર નામનું બ્રિટિશ નૌકાદળનું જહાજ સમુદ્રનું અન્વેષણ કરવા માટે નીકળ્યું હતું. જહાજની ઊંડાઈનો અંદાજ કાઢવા માટે તેની પર 291 કિલોમીટર લાંબુ દોરડું લઈ જવામાં આવ્યું હતું. 4 વર્ષની મુસાફરી બાદ જહાજના ક્રૂએ વિવિધ સ્થળોએથી સુદ્રાનું પાણી, પથ્થર, માટી અને દરિયાઈ જીવો એકત્રિત કર્યા હતા અને તેના સંશોધન કર્યું હતું. તદુપરાંત, તેમને પશ્ચિમ પેસિફિકમાં એક ઊંડી ખાઈ મળી હતી જે 2,540 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલી હતી. આ ખાઈનું નામ મેરિયાના ટ્રેન્ચ (Mariana Trench) હતું. તે 11 કિમી ઊંડી ખાઈ છે એટલે કે 10,984 મીટર ઊંડી છે.
માઉન્ટ એવરેસ્ટ પણ પોતાનામાં સમાવી શકે છે સમુદ્ર
તમને જણાવી દઇએ કે બુર્જ ખલીફા 830 મીટર ઉંચી ઇમારત છે જ્યારે વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ 8,849 મીટર ઊંચો છે. આનો અર્થ એ છે કે મેરિયાના ટ્રેન્ચ પોતે માઉન્ટ એવરેસ્ટ કરતા ઊંચા પર્વતને સમાવી શકે છે.
આ દિવસોમાં ફેસબુક પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે સમુદ્ર કેટલો ઊંડો છે અને સમુદ્રની ઊંડાઈને વિવિધ ઇમારતો સાથે સરખાવી છે. તેમાં બંગાળની ખાડીથી આર્કટિક મહાસાગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લે 11,000 મીટરની ઊંડાઈએ મેરિયાના ટ્રેન્ચ આવે છે. તો તમને સાદી ભાષામાં જણાવી દઈએ કે સમુદ્ર 11,000 મીટર એટલે કે લગભગ 11 કિલોમીટર ઊંડો છે અને મેરિયાના ટ્રેન્ચ પૃથ્વી પરનું સૌથી ઊંડું સ્થળ છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર