મહિલાઓને જિમ કરાવે છે નાની બાળકી, VIDEO જોઈ દિલખુશ થઈ જશે

નાની બાળકી જિમમાં વર્ક આઉટ કરાવી રહી છે

તે દરેક વર્કઆઉટ વચ્ચે-વચ્ચે પાછળ વળીને ચેક પણ કરે છે કે, મહિલાઓ સારી રીતે વર્કઆઉટ કરી રહ્યા છે કે નહી

 • Share this:
  એવી જગ્યાએ જવાનું મન તો બધાને જ થાય છે. પરંતુ ત્યાં પહોંચી વર્જિશ કરવામાં લોકોને પરસેવો છૂટી જાય છે. કેટલાક લોકો જિમ તો જતા રહે છે, પરંતુ વર્ક આઉટ ઓછુ કરે છે. એવામાં તમને જિમ ટ્રેનર અથવા ઈન્સ્ટ્રક્ટર તમને શાનદાર માહોલ આપે તો ખુશી-ખુશી જિમમાં વર્જિશ કરવા લાગો છે. કઈંક આવું જ આક જિમમાં થયું. ટ્વીટર પર એક વીડિયો વાયરલ થયો છે, તે અનુસાર, એક જિમમાં એક નાની બાળકી મહિલાઓને જિમ કરાવતી જોવા મળી રહી છે.

  આ વીડિયો ક્યાં અને ક્યારનો છે તેની પુષ્ટી નથી થઈ શકી. પરંતુ આ વીડિયો જોઈ તમારી દિલ ખુશ થઈ શકે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, નાની બાળકી જેની ઉંમર લગભગ અઢી 3 વર્ષની હશે, તે મહિલાઓને ખુબ સરસ રીતે કસરત કરવાનો નિર્દેશ આપી રહી છે.

  તેને જિમની વર્જિશના તમામ મૂવ પણ ખબર છે. તે એક-એક કરી મહિલાઓને તમામ મૂવ્સ કરાવી રહી છે. તે મહિલાઓને ડાંસ પણ કરાવી રહી છે. મહિલાઓ પણ ખુશી-ખુશી તેના નિર્દેશાનુસાર જિમમાં વર્કઆઉટ કરી રહી છે.  આ બાળકીની ખાસ વાત એ છે કે, તે દરેક વર્કઆઉટ વચ્ચે-વચ્ચે પાછળ વળીને ચેક પણ કરે છે કે, મહિલાઓ સારી રીતે વર્કઆઉટ કરી રહ્યા છે કે નહી. તે એ પણ જુએ છે કે, મહિલાઓ તેને ફોલો કરે છે કે નહી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. દરેક કોઈ આ બાળકીના વખાણ કરી રહ્યું છે.
  Published by:kiran mehta
  First published: