ચીન (China)માં એક એવું મંદિર (Temple) છે જે એક નાની ચોટી પર બાંધવામાં આવ્યું છે જ્યાંથી ખૂબ જ દુર્લભ નજારો જોવા મળે છે. ચીનના વુલિંગ માલાના માઉન્ટ ફૈનજિંગ પર બે નાના મંદિર બાજુ-બાજુમાં સ્થિત ચોટીઓ પર બનાવવામાં આવેલા છે. આ ચોટીઓને રેડ ક્લાઉડ્સ ગોલ્ડન પીક કહેવામાં આવે છે. આ બંને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા મંદિર 500 વર્ષ જૂના છે જે મિંગ ડાયનેસ્ટીના સમયમાં બનાવવામાં આવ્યા હતા.
આજે પણ એ કોઈ નથી જાણતું કે તે સમયે કેવી રીતે મોડર્ન સુવિધાઓ વગર આ મંદિર આટલી ઊંચી ચોટી પર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હશે. આ મંદિરને ફેંગજિનશાન (Fanjingshan Ziran) મંદિર કહેવામાં આવે. આ બે અલગ-અલગ મંદિર છે જે એક આર્કના માધ્યમથી એક-બીજા સાથે જોડાયેલા છે.
મંદિર સુધી કેવી રીતે પહોંચાય છે? આ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને 8000 પગથિયાં ચડીને બુદ્ધના મંદિર સુધી પહોંચવાનું હોય છે જે દક્ષિણ તરફ છે અને પુલને પાર કરીને ઉત્તરની તરફ મૈત્રીય મંદિર સુધી જવાય છે. જેમ-જેમ તમે પગથિયાં ચડતા જશો તેમ-તેમ તમને આ સ્થળની કુદરતી સુંદરતાના દર્શન થશે. મંદિર લગભગ 2,200 મીટર ઊંચાઈ પર સ્થિત છે.
બૌદ્ધ ધર્મમાં માઉન્ટ ફૈનજિંગને પૂજવામાં આવે છે. ઈતિહાસકારોનું માનીએ તો આ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મથી જોડાયેલા અનેક મંદિર આવેલા છે. આ મંદિર 16મી શતાબ્દીમાં નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ બે મંદિરોને છોડીને દરેક વિસ્તારમાં લગભગ 50 મંદિર આવેલા છે. આ બે મંદિરોની સુંદરતા જોઈને દુનિયાભરના લોકો અહીં દર્શન કરવા આવે છે. અનેક પર્યટક આ વિસ્તારમાં ફરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર