Home /News /eye-catcher /ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ પર થઈ બેવફાઈની શંકા, ગુસ્સામાં એવું કૃત્ય કર્યું કે જાણી ચોંકી જશો

ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ પર થઈ બેવફાઈની શંકા, ગુસ્સામાં એવું કૃત્ય કર્યું કે જાણી ચોંકી જશો

ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ પર શંકા જતા એવું કર્યું કે જેલમાં જવાનો વારો આવ્યો (પ્રતિકાત્મક તસવીર)

પ્રેમ કરનાર વ્યક્તિ એકબીજા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પ્રેમી-પ્રેમિકા એકબીજાના પ્રેમ માં બધું આપી શકે છે, સાથે દગો મળતા બધું છીનવી પણ શકે છે. આવી જ એક અજબ ગજબ પ્રેમ કહાની (Love Story) ની વાયરલ સ્ટોરી (Viral Story) સામે આવી છે, જે સાંભળી તમે પણ ચોંકી જશો

વધુ જુઓ ...
    Ajab Gajab : પ્રેમ કરનાર વ્યક્તિ એકબીજા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પ્રેમી-પ્રેમિકા એકબીજાના પ્રેમ (Love Story) માં બધું આપી શકે છે, સાથે દગો મળતા બધું છીનવી પણ શકે છે. તાજેતરમાં, એક વ્યક્તિએ સોશિયલ મીડિયા (Social Media) પર કહ્યું કે, કેવી રીતે પ્રેમ તેની પાસેથી બધું છીનવી લે છે. તે વ્યક્તિએ કહ્યું કે તેની ગર્લફ્રેન્ડે એકવાર તેના ઘરમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો. (Girlfriend tried to burn boyfriend house).

    સોશિયલ મીડિયા સાઇટ Reddit તેના અજબ-ગજબ (Ajab Gajab) ગ્રુપ માટે પ્રખ્યાત છે. આ ગ્રુપ્સ પર, લોકો આશ્ચર્યજનક અનુભવો શેર કરે છે અને કાં તો કબૂલાત કરે છે અથવા તેના પર લોકો પાસેથી અભિપ્રાય માંગે છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, તાજેતરમાં જ એક વ્યક્તિએ પોતાના અને તેની ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલા એક રહસ્ય વિશે જણાવ્યું (Man Shares Shocking Confession of Girlfriend on Reddit) જે દરેકને આશ્ચર્યચકિત કરી શકે છે. ગ્રુપ્સ પર એક પોસ્ટ લખીને, એક વ્યક્તિએ અન્ય સભ્યોને પૂછ્યું કે, શું તે ક્યારેય એવી છોકરીને ડેટ કરી શકે છે જે એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હોય અથવા તે પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યૂશન હોય.

    સ્ટ્રિપરને પ્રેમ કરતો હતો આ વ્યક્તિ

    આ બાબતે ઘણા લોકોએ પોતાના મંતવ્યો લખ્યા છે, પરંતુ એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાર્તા ખરેખર ચોંકાવનારી છે. આ વ્યક્તિએ જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા તે ક્રિસ્ટલ નામની એક સ્ટ્રિપરને ડેટ કરી રહ્યો, બંને વચ્ચે ખૂબ ગાઢ પ્રેમ થઈ ગયો. વ્યક્તિએ જણાવ્યું કે, મહિલાએ તેની પીઠ અને છાતી પર ડ્રેગનનું ટેટૂ બનાવ્યું હતું. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મહિલાને લાગ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે.

    આ પણ વાંચોOmg! આજીવન કેદના હત્યારા સાથે પ્રેમ કરી રહી હતી જજ, કેમેરામાં કેદ થયો રોમાંસ

    મહિલાએ ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો

    આ વ્યક્તિએ પોસ્ટમાં જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ જેટલી સુંદર દેખાતી હતી, તે વાસ્તવમાં એટલી જ વિચિત્ર હતી. તેણીને તેના પર શંકા થવા લાગી કે, તેનું કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર છે, જોકે એવું બિલકુલ ન હતું. એક દિવસ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાં મહિલાએ પુરુષના એપાર્ટમેન્ટને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો (Man Dated Stripper who tried to burn house) પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ થઈ શકી નહીં. આ જોઈને બોયફ્રેન્ડ ખૂબ ડરી ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ કરી. આ પછી, જ્યારે મહિલાને 3 મહિના માટે જેલ કરવામાં આવી ત્યારે તે વ્યક્તિ તે શહેર છોડીને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, OMG News, OMG story, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन