ગેંગસ્ટર વિકાસ દુબે ઝડપાઈ જતાં સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ પોલીસની હાંસી ઉડાવતા અનેક મીમ્સ મૂકવામાં આવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ પોલીસની હાંસી ઉડાવતા અનેક મીમ્સ મૂકવામાં આવી રહ્યા છે

 • Share this:
  મુંબઈઃ એક ગેંગસ્ટર વિકાસ દુબે (Gangster Vikas Dubey) જે ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)થી બચીને મધ્ય પ્રદેશના ઉજ્જૈન (Ujjain) પહોંચી ગયો અને ત્યાં મહાકાલ મંદિરના પરિસરમાં ઝડપાઈ ગયો. મળતી માહિતી મુજબ વિકાસ દુબે એ મહાકાલેશ્વર મંદિર (Mahakal Temple)ની રસીદ લીધી અને ત્યારબાદ પોતે આત્મસમર્પણ કરી દીધું. સ્થાનિક પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો. ઉત્તર પ્રદેશ પોલીસે પણ વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરી છે. યૂપી પોલીસે તેને લેવા મધ્ય પ્રદેશ રવાના થઈ ગઈ છે. ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર જાણે કે મીમ્સનું ધોડાપૂર આવી ગયું છે.

  ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ થયા બાદ હવે લોકો સોશિયલ મીડીયા પર ખૂબ મજા લઈ રહ્યા છે. યૂપી પોલીકની નાકની નીચેથી કેવી રીતે અપરાધી આટલી મોટા કાંડને અંજામ આપી છટકી જાય, તેની પર લોકો યૂપી પોલીસની હાંસી ઉડાવી રહ્યા છે.


  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા પાત્રો જેઠાલાલ અને દયાનો મીમ્સમાં ઉપયોગ કરી ઉત્તર પ્રદેશ પોલીસની હાંસી ઉડાવવામાં આવી છે.

  આ પણ વાંચો, ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં એક શખ્સ બૂમો પાડવા લાગ્યો- હું UPનો મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે, અને પછી...

  મીમ્સમાં રાજપાલ યાદવની ફિલ્મોથી લઈને ફિલ્મ હેરાફેરી સુધીના સીન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરેશ રાવલના પાત્ર બાબુરાવનું પણ મીમ્સ સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. વિકાસ દુબે પર બનેલા મીમ્સ ઘણા વાયરલ થઈ રહ્યા છે અને લોકોને આનંદ પણ આપી રહ્યા છે.
  આ પણ વાંચો, સેનાના જવાનોને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ સહિત 89 એપ્સ ડિલીટ કરવાનો આદેશ, જુઓ યાદી

  નોંધનીય છે કે, કાનપુર શૂટઆઉટના માસ્ટર માઈન્ડ વિકાસ દુબેનું સામ્રાજ્ય ધીમેધીમે ધ્વસ્ત થવા લાગયું હતું. 8 પોલીસકર્મીઓની હત્યા મામલામાં ફરાર વિકાસ દુબેના વધુ બે સાગરીતોને યૂપી એસટીએફ (UP STF)એ ગુરુવારે ઠાર માર્યા છે. કાનપુર (Kanpur)માં એસટીએફ સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગી રહેલા પ્રભાત મિશ્રા ઉર્ફ કાર્તિકેયને પોલીસે ઠાર માર્યો તો બીજી તરફ ઈટાવામાં પોલીસે વિકાસ દુબેના ત્રીજા સાથી પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા (Bavvan Shukla)ને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બવ્વન પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની વિરુદ્ધ વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં સામેલ હોવાના આરોપમાં ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: