નોરા ફતેહીના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ બંને વીડિયો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સાથે સંબંધિત છે. એક વીડિયોમાં તેને FIFA વર્લ્ડ કપ 2022 ફેનફેસ્ટમાં (FIFA World Cup2 022 Fanfest) પરફોર્મ કરતા જોઈ શકાય છે, જ્યારે અન્ય વીડિયોમાં નોરા સ્ટેડિયમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Nora Fatehi Performance FIFA World Cup 2022 Fanfest : બોલિવૂડમાં તહેલકો મચાવનાર અદાકારા નોરા ફતેહીએ આખરે FIFA વર્લ્ડ કપ 2022માં પોતાનું આકર્ષક પ્રદર્શન આપ્યું છે. ફેનપેજ પરથી તેનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ મંત્રમુગ્ધ પરફોર્મન્સ સાથે નોરા હવે જેનિફર લોપેઝ અને શકીરાની શ્રેણીમાં આવી ગઈ છે. જેનિફર અને શકીરા બંનેએ ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મન્સ આપ્યું છે.
આ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી નોરા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે અને તેણે આ ઇવેન્ટમાં યાદગાર પરફોર્મન્સ આપ્યું છે. આ સિવાય નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે, કારણ કે તેનું ગીત સ્ટેડિયમમાં વાગી રહ્યું છે.
વિડીયોમાં ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ કરીને નોરા ફતેહી ખૂબ જ ખુશ જણાઈ રહી છે. થોડા કલાકો પહેલા અભિનેત્રીનો FIFA વર્લ્ડમાં પરફોર્મ કરવાનો એક વિડીયો સામે આવ્યો હતો. નોરાએ તેના આકર્ષક અભિનયથી સ્ટેજને આગ લગાવી હતી. નોરાએ કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે પરફોર્મન્સ આપ્યું હતું. તેણીએ ચળકતા-ભભકાદાર આઉટફિટ સાથે પરફોર્મ કર્યું હતુ, જેમાં તે ગ્લેમરસ લાગતી હતી.
આ દરમિયાન નોરા ફતેહીએ ઘણા ગીતો પર ડાન્સ કર્યો, જેમાં બોલિવૂડ નંબર્સ અને ફિફા વર્લ્ડ કપનું ઓફિશિયલ સોંગ 'લાઇટ ધ સ્કાય' સામેલ હતું. આ વિડીયો વાયરલ થયો તે પહેલાં નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપના ગીત 'લાઇટ ધ સ્કાય'ની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી. ઉત્સાહ સાથે ધમકતી નોરા કહે છે, "આ મારો અવાજ છે."
આ વિડીયો સાથે ખુશી વ્યક્ત કરતા નોરા ફતેહીએ એક નોટ લખી કે જ્યારે વર્લ્ડ કપ સ્ટેડિયમમાં મેં મારો અવાજ સાંભળ્યો તો એક સ્વપ્ન સમાન લાગ્યું. નોરાએ લખ્યું, "તે ક્ષણ જ્યારે તમે ફિફા વર્લ્ડ કપમાં સ્ટેડિયમમાં તમારો અવાજ સાંભળો છો. તે એક સ્વપ્ન જેવું લાગ્યું!"
હું તો એક ડ્રીમર છું : નોરા
નોરા ફતેહીએ પોસ્ટમાં આગળ લખ્યું, “આવા માઈલસ્ટોન આપણી જીવનની સફરને યોગ્ય પુરવા કરે છે અને શ્રેષ્ઠ બનાવે છે. મેં હંમેશા આવી ક્ષણોની માત્ર કલ્પના જ કરી છે. હું માત્ર એક સ્વપ્નદ્રષ્ટા(ડ્રીમર) છું અને મારી પાસે તે સપનાઓને જીવંત બનાવવાની ભૂખ છે! તમારામાં વિશ્વાસ રાખો મિત્રો, તમારા સપના ક્યારેય મોટા હોતા નથી. શરૂઆતમાં ઘણા લોકો મારા પર હસતા હતા અને હું અહીં સુધી પહોંચી ગઈ. અને આ તો માત્ર શરૂઆત છે."
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર