ફેસબુક પર પોસ્ટ કર્યો એવો ફોટો કે, રદ્દ થઈ ગયું આ લેડી ડોક્ટરનું લાયસન્સ

મ્યાંમારમાં લોન્ઝરી ફોટોસ પોસ્ટ કરવાના ચક્કરમાં એક મોડલ અને ડોક્ટર Nang Mwe Sanનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું.

News18 Gujarati
Updated: June 16, 2019, 5:57 PM IST
ફેસબુક પર પોસ્ટ કર્યો એવો ફોટો કે, રદ્દ થઈ ગયું આ લેડી ડોક્ટરનું લાયસન્સ
મ્યાંમારમાં લોન્ઝરી ફોટોસ પોસ્ટ કરવાના ચક્કરમાં એક મોડલ અને ડોક્ટર Nang Mwe Sanનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું.
News18 Gujarati
Updated: June 16, 2019, 5:57 PM IST
મ્યાંમારમાં લોન્ઝરી ફોટોસ પોસ્ટ કરવાના ચક્કરમાં એક મોડલ અને ડોક્ટર Nang Mwe Sanનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું. તેનો વિરોધ દર્શાવતા Nang Mwe Sanએ તેને પર્સનલ ફ્રિડમમાં દખલ અંદાજી ગણાવ્યું. Nang Mwe San સોશિયલ મીડિયા પર ગણી એક્ટિવ છે. તે હંમેશા જ પોતાની તસવીરો સેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં Nang લોન્ઝરીમાં જોવા મળી રહી હતી. Nang અમેરિકી મોડલ કેન્ડલ જેનરની નકલ કરી રહી હતી. ડોક્ટરનો આ લૂક મ્યાંમાર મેડિકલ કાઉન્સિલને આપત્તિજનક લાગ્યો. ત્યારબાદ 3 જૂનના રોજ તેમણે Nangના નામે લેટર જાહેર કરી લાયસન્સ રદ્દ કરવાની જાણકારી આપી. આ ચિટ્ઠીમાં કહેવામાં આવ્યું કે, Nangનો ડ્રેસિંગ સ્ટાઈલ મ્યામાર કલ્ચર અને રિતી રિવાજોના વિરુદ્ધ છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા Nangને જાન્યુઆરીમાં વોર્નિંગ આપવામાં આવી હતી કે, તે ફેસબૂક પરથી પોતાની તસવીરો હટાવી દે. Nangએ લેટર સાઈન કરીને લીધો હતો, પરંતુ તેનું પાલન ન કર્યું. 29 વર્ષીય Nang વર્ષ 2017માં મોડલિંગની શરૂઆત કરતા પહેલા પાંચ વર્ષ સુધી ડોક્ટર પ્રેક્ટિસ કરતી આવી છે.તેમણે કહ્યું કે, મેડિકલ એથિક્સમાં ડ્રેસ કોડ પર કોઈ પાબંધી નથી. Nangએ કહ્યું કે, દર્દીઓની સારવાર કરતા સમયે હું આ પ્રકારના કપડા નથી પહેરતી. મેડિકલ કાઉન્સિલની વાત સ્વીકાર કરી શકાય તેવી ન હતી. હવે Nang કાઉન્સિલના નિર્ણયના વિરુદ્ધ અપીલ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. Nangએ કહ્યું કે, મને લાગે છે કે, તેની પર્સનલ ફ્રીડમમાં દખલ ન કરવી જોઈએ. તેનાથી તેને કોઈ લેવા દેવા નથી.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...