'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

News18 Gujarati
Updated: March 9, 2020, 5:06 PM IST
'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral
કોરોના ગીત ગાતી મહિલાઓ

'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...'

  • Share this:
કોરોનાનો ખતરો ભારતમાં જ નહીં વિશ્વભરમાં ફેલાયેલો છે. અત્યાર સુધીમાં 3,300 વધુ લોકોની મોત કોરોનાના કારણે થઇ છે. ચીનથી કોરોના વાયરસ (CoronaVirus) શરૂઆત થઇ હતી. અને દુનિયાના 70 વધુ દેશો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને ભારતમાં પણ આ વાયરસે દસ્તક આપ્યા છે. ત્યારે કોવિડ-19 (Covid 19) સંક્રમિત લોકોની સંખ્યા ભારતમાં વધીને 43 સુધી પહોંચી છે. સાથે જ લોકોમાં પણ આનો ડર સતત વધી રહ્યો છે.

જ્યારે આ વાયરસથી દુનિયાને બચાવવા માટે વિશ્વભરના ડોક્ટર્સ પોતાની કમર કસી રહ્યા છે. ત્યાં જ એકદમ અલગ જ રીતથી ભારતની કેટલીક મહિલાઓનો કોરોના વાયરસને ભારતથી જવા માટે પ્રયાસશીલ બની છે. સોશિયલ મીડિયામાં હાલ આ મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ કોરોના પર એક ગીત ગાતી નજરે પડે છે. અને આ ગીતના શબ્દો છે 'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...' આ ગીતમાં રાજસ્થાની બોલ છે. અને મહિલાઓ આ ગીત દ્વારા જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે અમે શુદ્ધ શહકારી ભોજન ખાઇએ છીએ તો તારું અહીં શું કામ, સાથે જ ગીતમાં આગળ હોળીની તૈયારીની વાત પણ કરવામાં આવી રહી છે.

મહિલાઓએ ફાગણ ગીત તરીકે આ ગીતને તૈયાર કર્યું હોય તેમ લાગે છે. ત્યારે આ ગીત હાલ અલગ અલગ રસપ્રદ કેપ્શન સાથે ટ્વિટર, યૂટ્યૂબ અને ફેસબુક પર વાયરસ થઇ રહ્યું છે. જો તમે આ ગીત ના સાંભળ્યું હોય તો વાંચો અહીં.ઉલ્લેખનીય છે કે સોમવારે Covid 19ના કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સમેત જમ્મુથી કેસ દાખલ થવાની ખબર આવી છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા પણ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા જેવી અનેક સલાહ સૂચન પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મહિલાઓ દ્વારા આ ગીતનો પ્રયાસ ખરેખરમાં અનોખો છે.
First published: March 9, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading