Home /News /eye-catcher /

Viral: Anesthesia વિના કેવી રીતે થતી હશે સર્જરી? ડૉક્ટરો કેવી રીતે રાહત આપતા હશે પીડિત દર્દીઓને?

Viral: Anesthesia વિના કેવી રીતે થતી હશે સર્જરી? ડૉક્ટરો કેવી રીતે રાહત આપતા હશે પીડિત દર્દીઓને?

(પ્રતિકાત્મક તસવીર)

Surgery Without Anesthesia: એનેસ્થેસિયાનો ડોઝ આપ્યા પછી ભલે ગમે તેટલું મોટું ઑપરેશન (Surgery) હોય, વ્યક્તિને ઓછામાં ઓછું તે સમયે દુખાવો નથી થતો, કલ્પના કરો કે જ્યારે તે નહોતું તો ઑપરેશન (Before Anesthesia Invention) કેવી રીતે થતું હશે?

વધુ જુઓ ...
    Surgery Before Anesthesia Invention: આપણે બધા જાણીએ છીએ કે એનેસ્થેસિયા એ મેડિકલ સાયન્સની એક મહત્વપૂર્ણ શોધ (Medical Science Invention) છે. આ કારણે જ વ્યક્તિની સૌથી મોટામાં મોટી સર્જરી કરવામાં આવે, તો પણ તેની નર્વસનેસ થોડી ઓછી રહે છે. તે ઓપરેશન દરમિયાન ન તો પીડા અનુભવે છે અને ન તો પ્રક્રિયા જોઈ શકે છે. કલ્પના કરો, જ્યારે એનેસ્થેસિયા નહોતું, ત્યારે દર્દીઓ અને ડૉક્ટરો ઓપરેશનની પીડા (Pain Releiving During Surgery) કેવી રીતે સહન કરી શકતા હશે?

    એનેસ્થેસિયા ભલે હવે આવી ગયો હોય, પરંતુ માનવ શરીરમાં વિવિધ રોગો પહેલેથી જ હાજર હતા. જ્યારે ડૉક્ટર રોગની સારવાર જાણે છે, તો પછી તે દર્દીને કેવી રીતે ત્રાસ આપી શકે. આવી સ્થિતિમાં, જૂના જમાનાના ડૉક્ટરો સર્જરી કરતા હતા, પરંતુ એનેસ્થેસિયાના બદલે તેઓ કેટલીક અલગ-અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીને દર્દીના દર્દમાં રાહત આપતા હતા.

    આવી રીતે થતી હતી એનેસ્થેસિયા વગરની સર્જરી
    1100 ના દાયકાની વાત કરીએ તો, ડોકટરો ઓપરેશન પહેલા દર્દીના શરીર પર અફીણ અને મેન્ડ્રેકના રસમાં ડુબાડેલા સ્પોન્જ લગાવતા હતા. આ રીતે તેને દર્દમાં રાહત મળતી હતી. રોમન રેકોર્ડ્સ અનુસાર, શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીને રાહત આપવા માટે મધ્યયુગીન સમયમાં dwale નામનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ રસ, જંગલી ડુક્કરનું પિત્ત, અફીણ, મેન્ડ્રેકનો રસ, હેમલોક અને સરકોમાંથી બનાવેલુ હતું,

    આ પણ વાંચો: Viral: ક્યારેક 6 અંકનો હતો ATMનો PIN, પછી ઘટાડીને કેમ કરી દીઘા 4 અંકનો?

    સર્જરી પહેલા દર્દીને સૂવા માટે ઉપયોગમાં લેવાતો હતો. યુરોપમાં, 1600ની આસપાસ, અફીણ અને આલ્કોહોલનું મિશ્રણ કરીને પીડા રાહત આપતો રસ બનાવવામાં આવ્યો હતો. આવી વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી, ડૉક્ટરે પોતાનું કૌશલ્ય બતાવીને ઓછામાં ઓછા સમયમાં સર્જરી પૂરી કરવાની હતી. લાઈવ સાયન્સના અહેવાલ મુજબ, તે સમયના ડોકટરો માટે ચોક્કસ સમયની અંદર કાર્યક્ષમતાથી પૂર્ણ કરવું સૌથી મહત્વપૂર્ણ હતું.

    આ પણ વાંચો: Viral: માત્ર ફેશન ખાતર કપાળ પર નથી લગાવાતી બિંદી! મહિલાઓ પણ નહિ જાણતી હોય સ્વાસ્થ્ય ફાયદા

    19મી સદીમાં આવી સર્જિકલ એનેસ્થેસિયા
    આધુનિક એનેસ્થેસિયા 19મી સદીના મધ્યમાં યુરોપ અને અમેરિકામાં આવ્યું. તે સમયે, સિઝેરિયન ઓપરેશન અને અંગવિચ્છેદન જેવા ઓપરેશન ઓછા હતા, કારણ કે ઓછા ડોકટરો પાસે તે કરવાની કુશળતા હતી. એ વખતે દાંતના મોટા ભાગના ઑપરેશન થતા હતા, કારણ કે એમાં જોખમ અને દુખાવો ઓછો હતો. પ્રથમ વૈજ્ઞાનિકોએ ડિસ્ટિલિંગ ઇથેનોલ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ કરીને સુગંધી એનેસ્થેસિયા બનાવ્યું. પ્રથમ એનેસ્થેટિક સર્જરી વર્ષ 1846માં કરવામાં આવી હતી, જ્યારે કોઈ પણ પીડા વિના માણસના ગળામાંથી ગાંઠ દૂર કરવામાં આવી હતી. તેને બેભાન કરવા માટે ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1848માં, ક્લોરોફોર્મનો ઉપયોગ પીડાને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. ધીરે ધીરે, આ પ્રયોગો વધતી જતી આધુનિક એનેસ્થેસિયા તરફ આગળ વધ્યા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, Know about, OMG News, Science News, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन