ભૂખ્યો અજગર અનેક વાર તેવી વસ્તુઓ ખાઇ લે છે જે સામાન્ય રીતે તે ખાતા નથી. આવું વિરલ ઘટનાઓમાં જ બનતું હોય છે પણ આ એક પ્રાણીજન્ય વસ્તુ છે જે ક્યારેય ક્યારેક જોવા મળતી હોય છે. અને આવું જ કંઇક સિડનીમાં પણ થયું. તમે અનેક વાર સાંભળ્યું હશે કે વિશાળકાળ અજગરે આખુ હરણ ખાઇ લીધુ, પણ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં અજગરના પેટમાં ડૉક્ટરે જે વસ્તુ નીકાળી છે તેને જોઇને લોકો ભરપેટ હસી રહ્યા છે. જેને જોઇને પ્રાણીના ડૉક્ટર પણ અચરજમાં પડી ગયા છે.
મીડિયા રિપોર્ટમાં આ અંગે જે જાણકારી બહાર આવી છે તે મુજબ આ અજગરની લંબાઇ ત્રણ મીટર છે અને તે 18 વર્ષનો છે. આ પાળતૂ અજગર છે. અને તેના માલિકે તેને ટુવાલ ખાતો જોઇ લેતા તે તેનો પશુ ચિકિત્સકને ત્યાં લઇને પહોંચ્યો હતો. કારણ કે ટુવાલ ખાધા પછી આ અજગરની હાલત ખરાબ થઇ ગઇ હતી. અને તે અધમરા જેવો થઇ ગયો હતો. જે પછી ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરીને તેના પેટમાંથી આ લાંબો વાદળી રંગનો ટુવાલ નીકાળ્યો છે. અને હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ અજગરનું નામ મોન્ટી છે. અને તે એક જંગલ કારપેટ પ્રજાતિનો અજગર છે.ડૉક્ટરોએ ભારે મહેનત સાથે આ વીડિયોમાં દેખાય છે તે રીતે આ અજગરના પેટમાં ટુવાલ નીકાળયો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે આ અજગરની હાલત અત્યારે સારી છે. તે પછી આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અને અનેક લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે.
ડોક્ટરનું કહેવું છે કે આ ટુવાલ તેના પેટમાં ખૂબ અંદર સુધી જતો રહ્યો હતો. અને તેને નીકાળવા માટે એડોસ્કોપની મદદ લેવી પડી અને ગેસ્ટ્રોઇનટેસ્ટિનલ ટ્રેક્સથી આ ટુવાલને ખેંચીને બહાર નીકાળવામાં આવ્યો હતો. જો કે સમય રહેતા જો આ ટુવાલ તેના પેટમાં જ રહી ગયો હોત તો અજગર મરી પણ શક્યો હોત.
Published by:Chaitali Shukla
First published:September 22, 2020, 12:16 pm