Jewellery Jugaad: મહિલાએ માસ્કની ઉપર પહેરી નથ, IPS ઓફિસરે શેર કર્યો ફોટો

Jewellery Jugaad: મહિલાએ માસ્કની ઉપર પહેરી નથ, IPS ઓફિસરે શેર કર્યો ફોટો
વાયરલ ફોટો

IPS ઓફિસર દિપાંશુ કાબરાએ મહિલાનો આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.

  • Share this:
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ અનિવાર્ય છે. તમે અલગ અલગ પ્રકારના માસ્ક જોયા હશે, ત્યારે માસ્ક પહેરવામાં એક નવી વિચિત્ર માસ્ક ફેશન જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગમાં એક મહિલાનો માસ્ક પહેરેલો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને અનેક લોકો જુગાડ કહી રહ્યા છે. ફોટોમાં મહિલા લગ્નપ્રસંગ માટે તૈયાર થયેલી જોવા મળે છે અને તેણે માસ્કની ઉપર નથ પહેરેલી છે. માસ્ક કોરોના વાયરસથી બચવા અને અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ન થાય તે માટે પહેરવામાં આવે છે.

IPS ઓફિસર દિપાંશુ કાબરાએ મહિલાનો આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. ‘જ્વેલરી જુગાડ’ના આ ફોટાને ઓફિસરે “સુપર અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ” કેપ્શન આપ્યું છે. આ ફોટોને 2 હજારથી વધુ લાઈક મળી છે.



મહિલાએ નથની પીનને N-95 માસ્ક પર લગાવી હતી, જેથી તે લાઈફ સેવિંગ જરૂરિયાતની સાથે સાથે ફેશન એસેસરીનું પણ કામ કરે. આ ફોટો પર અનેક કમેન્ટ કરવામાં આવી હતી અને તેના મીમ પણ બની રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ મહિલાના ચાતુર્યની પ્રશંસા કરી, તો આ મહામારીમાં પણ ફેશનને વધુ મહત્વ આપવાને કારણે કેટલોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

રાજકોટ: યુવાઓએ ટ્વીટર પર છેડ્યો એવો જંગ કે રાતો રાત શરૂ થયું વેબ પોર્ટલ, કોરોના દર્દીઓની સારવાર માટેની મળશે માહિતી

ભારતમાં આ પ્રથમ ડેકોરેટિવ માસ્ક નથી. ગયા વર્ષે એક વ્યક્તિએ પુનાના પિંપરી-ચિંચવાડમાં શુદ્ધ સોનાનું માસ્ક પહેર્યું હતું. જેની કિંમત રૂ. 2.89 લાખ હતી. માસ્ક પહેરનાર શંકર કુરાડેએ જણાવ્યું કે માસ્ક ખૂબ જ પાતળું હતું, અને શ્વાસ લેવા માટે તેમાં યોગ્ય માત્રામાં છિદ્ર નહોતા.

અમદાવાદ: ક્લાસીસમાં પરીક્ષા બાદ ટીચરના આધેડ પતિએ વિદ્યાર્થિની સાથે કર્યું ગંદુ કામ, જુઓ કોણ છે આ હેવાન

તે વ્યક્તિએ આ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, કોરોનાવાયરસને રોકવા માટે આ માસ્ક અસરકારક સાબિત થશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.



કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, જેથી તમારી અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય.
Published by:News18 Gujarati
First published:May 10, 2021, 14:38 pm

ટૉપ ન્યૂઝ