Home /News /eye-catcher /

પૂરના પાણીથી બચવા માટે માણસે કર્યો અદ્ભુત જુગાડ, લોકોએ કહ્યું, 'ચાચા ચૌધરી કરતાં પણ છે તેજ મગજ!'

પૂરના પાણીથી બચવા માટે માણસે કર્યો અદ્ભુત જુગાડ, લોકોએ કહ્યું, 'ચાચા ચૌધરી કરતાં પણ છે તેજ મગજ!'

ટ્વિટર પર મુકેલો ફોટો

ટ્વિટર એકાઉન્ટ પીપલ વિડ 1000 આઇક્યુ તેના વિચિત્ર ફોટા (Weird Photos)ના કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે (Man walks in water viral photo) જેમાં એક વ્યક્તિ પૂરના પાણીથી બચવા માટે પૂરના પાણીમાં ચાલવા માટે જુગાડ (Man Stands in Stool to Walk in Flood Water) કરતો જોવા મળે છે.

વધુ જુઓ ...
તમને 'ચાચા ચૌધરી' તો યાદ હશે જ. જેનું મગજ કમ્પ્યુટર કરતાં પણ તેજ છે. લોકો તેમના જ્ઞાન અને તેમના મગજની મિસાલ આપે છે. આમ તો તે એક કાલ્પનિક પાત્ર છે છતાં લોકો હજી પણ ચાચા ચૌધરીની બુદ્ધિ વિશે ઘણું જાણે છે.

પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો એટલા મગજવાળા હોય છે કે જ્યારે કોઈ જુએ છે કે તેઓએ શું કર્યું છે ત્યારે તેઓ સ્તબ્ધ થઈ જાય છે. આવું જ કંઈક એક માણસે કર્યું હતું જેણે પૂરના પાણીથી બચવા માટે એક અદ્ભુત મગજ દોડાવ્યું. તેમનો જુગાડ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા છે.

ટ્વિટર એકાઉન્ટ પીપલ વિડ 1000 આઇક્યુ તેના વિચિત્ર ફોટા માટે ચર્ચામાં છે. આ એકાઉન્ટ પર એ લોકોના ફોટે મુકવામાં આવે છે જે લોકો તેમના દિમાગનો વધુ ઉપયોગ કરી એવી વસ્તુઓ બનાવે જે દરેકને સ્તબ્ધ કરી દે છે. આ દિવસોમાં એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂરના પાણીથી બચવા માટે એક વ્યક્તિ જુગાડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Alia Bhattને ‘RRR’માં 15 મિનિટનો રોલ મળ્યો, માત્ર 10 દિવસના શુટિંગ માટે મળ્યા આટલા કરોડ!

ફોટોમાં બતાવવામાં આવ્યું છે કે રસ્તા પર ભયંકર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે સ્કૂટી સવારો અને રાહદારીઓ પરેશાન હોય તેવું લાગે છે, પરંતુ ફોટોની ખાસ વાત એ છે કે એક એવો માણસ છે જેના જુગાડની પ્રશંસા કરવામાં આવી રહી છે.



પૂરના પાણીથી બચવા માટે સ્ટૂલનો લીધો સહારો
ફોટોમાં રહેલા વ્યક્તિએ પૂરના પાણીમાં સરળતાથી ચાલવાનો એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે. તેણે પ્લાસ્ટિકના બે સ્ટૂલ (Man Walks on Plastic Stool in Flood Water) પર તેના ચંપલ ચોંટાડી દીધા છે. અને તેની સાથે તે સ્ટૂલ પર ઉભો જોવા મળે છે. સ્ટૂલ ખૂબ ઊંચુ છે તેથી તે પૂરના પાણીમાં સરળતાથી ચાલી શકે છે અને તેના પગ ભીના થઈ રહ્યા નથી. આ ફોટોને 8,000થી વધુ લાઇક્સ અને 1,000થી વધુ રિટ્વીટ મળ્યા છે. લોકો કહે છે કે ચાચા ચૌધરીનું મગજ કમ્પ્યુટર કરતાં ઝડપી છે અને આ વ્યક્તિનું મગજ ચાચા ચૌધરી કરતાં પણ ઝડપી છે.



આ પણ વાંચો: તમારું હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ – સ્ટડી

વધુ એક ફની ફોટો વાયરલ



પીપલ વિડ 1000 આઇક્યુ પર એક ફની ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં પણ બતાવવામાં આવ્યું છે કે કાંટાથી છત પર સીસીટીવી કેમેરા લટકાવી દેવામાં આવ્યો છે. કેમેરાનો હૂક ગાયબ થઈ ગયો હોય તેથી તેને છત પર ફસાવવા માટે આ કરવામાં આવ્યું છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, OMG News, Twitter, Viral photo, અજબગજબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन