પટના: સોશિયલ મીડિયા (Social Media) કમાલની વસ્તુ છે. અહીં તમને નવાઈ પમાડતી વસ્તુઓ અને તસવીરો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફોટો (Photos) અને વીડિયો (Video)નો એવો તો ખજાનો છે કે લોકોનાં હોંશ ઉડી જાય. ઘટના દેશની હોય કે પછી સાત સમંદર પાર વિદેશની હોય, મિનિટોમાં જ તે વાયરલ (Viral photo) થઈ જાય છે. આવી જ એક તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં એક, બે નહીં પરંતુ સાત લોકો એક બાઇક પર સવાર થઈને જઈ રહ્યા છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે પરંતુ આ સત્ય છે.
પહેલા આ તસવીર પર નજર કરો. તમે આગળથી કે પાછળથી ગણતરી શરૂ કરી શકો છો. તમે ગણતરી કરશો તો તમને ખબર પડશે કે એક બાઇક પર સાત લોકો સવાર છે. આ સાતમાં તમામ ઉંમરના લોકો સામેલ છે. સાત લોકોનો આખો પરિવાર એક બાઇક પર સવાર થઈને જઈ રહ્યો છે. બાઇકના આગળના ભાગમાં ત્રણ બાળકો બેઠા છે. જે બાદમાં આ બાળકોના પિતા બાઇક ચલાવી રહ્યા છે. તેના પછી એક બાળક, ત્યાર બાદ તેની માતા અને માતાના ખોળામાં પણ એક બાળક છે. આ બાઇકની બરાબર સામે એક પોલીસ અધિકારી ઊભા છે. પોલીસ અધિકારીની આ બાઇક ચાલક સામે બે હાથ જોડીને ઊભા છે. કદાચ પોલીસ અધિકારી બાઇક ચાલકને એક બે નહીં પરંતુ અનેક શીખામણ આપવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે બાઈક પર બે લોકોથી વધારે સવારી કરવા પર દંડ ભરવો પડે છે. જોકે, સારી વાત એ છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેરી રાખ્યું છે. બાઇકમાં સાત લોકો સવાર હોય તે ઓછું હોય તેમ બાઇકમાં થેલા પણ લટકતા જોઈ શકાય છે. ભગવાન ન કરે અને જો અકસ્માત થાય તો ચાલકની સાથે સાથે પરિવારના સભ્યોની ઈજા પહોંચી શકે છે. તસવીર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર ઢાકાની છે. આ બાંગ્લાદેશનું ઢાકા નહીં પરંતુ બિહારનું ઢાકા છે. ઢાકા નામનું શહેર પૂર્વ બિહારના ચંપારણ જિલ્લામાં આવ્યું છે. ઢાકા પોલીસ સ્ટેશનના અધિકારી ચંદન બાઇક ચાલક સામે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે મહેરબાની કરીને આવું ન કરો. આ તસવીરને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર