આ ગામના લોકો જમવાનું બનાવે છે મ્યાનમારમાં, આરામ કરે છે ભારતમાં

News18 Gujarati
Updated: March 11, 2018, 8:05 PM IST
આ ગામના લોકો જમવાનું બનાવે છે મ્યાનમારમાં, આરામ કરે છે ભારતમાં

  • Share this:
આજે દુનિયાભરમાં માણસજાતે પોતાને સરહદોમાં વહેંચી લીધી છે. તેની વચ્ચે એક એવી પણ આબાદી છે, જેને સરહદો સાથે કંઈ લેવા દેવા નથી. આ આબાદી ભારતની સરહદ પર વસેલી છે. અહીના લોકો બંને દેશોની નાગરિકતા ધરાવે છે.

જી હા, દેશના ઉત્તર-પૂર્વ બોર્ડર પર સ્થિત નાગાલેન્ડ રાજ્યના મોન જિલ્લામાં આ ગામડૂં આવેલું છે. આ ગામનું નામ લોંગવા છે. આ ગામ સાથે જોડાયેલ સૌથી રસપ્રદ વાત તે છે કે, આ ગામ આંતરાષ્ટ્રીય સીમા રેખામાં અડધૂ ભારતમાં અને અડધૂ મ્યાનમારમાં વસેલૂ છે.

લોંગવા ગામના લોકો પાસે બંને દેશોની નાગરિકતા છે, એટલે તેઓ ભારતના નાગરિક પણ છે અને મ્યાનમારના પણ. અહી ઘર એવા બનેલા છે કે, પરિવારના લોકો જમવાનું મ્યાનમારમાં બનાવે છે અને તે જ ઘરના લોકો ભારતમાં આરામ કરે છે. આ ખાસિયત આ ગામના બીજાથી અલગ પાડે છે.

સૌથી આશ્ચર્યની વાત તે છે કે, ગામના સરપંચનો એક છોકરો મ્યાનમારની સેનામાં છે. અહી દેશના નામ પર ટકરવા અને તણાવ ક્યાંય પણ દેખાતો નથી.

આ ગામના લોકો ખુબ જ નમ્ર છે અને બંને દેશોથી પ્યાર કરે છે. આ ગામ આખી દુનિયાને અમન અને શાંતિનો સંદેશ આપી રહ્યો છે કે, સરહદો લડવા માટે નહી અમન અને શાંતિ માટે હોય છે.

 
First published: March 11, 2018, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading