Viral: યુવતીએ પાલતુ શ્વાનને કરી દીઘો 'લાલ', Internet પર લોકોએ મચાવ્યો હંગામો!
Viral: યુવતીએ પાલતુ શ્વાનને કરી દીઘો 'લાલ', Internet પર લોકોએ મચાવ્યો હંગામો!
લાલ શ્વાનનો વીડિયો જોતા જ લોકોએ મહિલાને ખરી ખોટી સંભળાવી
Viral Video of Red Dog: અત્યાર સુધીમાં તમે સફેદ, કાળા અને ભૂરા રંગના શ્વાન (Pet Dog)ની વિવિધતા જોઇ હશે, પરંતુ હાલ તો એક એવા શ્વાનનો વીડિયો વાયરલ (Dog Viral Video) થઈ રહ્યો છે જે લાલ રંગ (Red Dog)નો છે.
જ્યારે લોકોના ફેવરિટ પાળતુ પ્રાણી (Favorite Pets)ની વાત કરવામાં આવે તો તેમાં સૌથી ઉપર શ્વાન (Pet Dog)નું નામ આવે છે. આનાથી વધુ વફાદાર અને સુંદર બીજું કોઈ પ્રાણી ભાગ્યે જ હશે. જાતજાતની પ્રજાતિઓ છે, જેમાંથી માલિક પોતાની મનપસંદ શ્વાનની પ્રજાતિને ઘરે લાવે છે. અમેરિકામાં એક છોકરીએ પોતાના કૂતરાને સૌથી અલગ દેખાડવા માટે ખાસ બ્રીડની પસંદગી નહોતી કરી, પરંતુ કૂતરાનો રંગ (Viral Video of Red Dog) બદલી નાખ્યો હતો.
અત્યાર સુધીમાં તમે લોકોને કૂતરાની નરમ-નરમ રૂંવાટી (Dog’s Grooming)ની માવજત કરતા જોયા હશે, પરંતુ તમે ભાગ્યે જ કોઈને ડાઇ કરતા જોયા હશે કે બ્લીચ કરતા જોયા હશે. અમેરિકાની એક ટિકટૉકર ક્લોએ પોતાના રેડ કલરના ડોગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈને ઈન્ટરનેટ પર લોકો રોષે ભરાયા હતા.
લાલ રંગમાં રંગી નાખ્યો શ્વાન
ટિકટૉક પર @danthebigreddog નામના એકાઉન્ટ પરથી વીડિયો શેર કરતાં યુવતીએ લખ્યું- 'મને આખી ગલીમાં સૌથી મોટો લાલ શ્વાન મળ્યો!'. લોકોએ તેને જોતા જ ખરી ખોટી સંભળાવવા લાગ્યા અને કહ્યું કે તેઓ પોતાના શ્વાન સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે.
જો કે, તેના જવાબમાં ક્લોએ જણાવ્યું હતું કે તે કૂતરા માટે ઓપોઝ ડોગ હેર ડાય (Dog’s Grooming)નો ઉપયોગ કરે છે જે તેના કૂતરાને નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેની રૂંવાટીને નરમ અને રુંવાટીવાળું બનાવે છે. એટલું જ નહીં ક્લોએ તેની સાથે જોડાયેલા તમામ ફાયદા પણ લોકો સાથે શેર કર્યા છે.
ગુસ્સે ભરાયેલા લોકોને જણાવ્યા ડાઇના ફાયદા
ક્લોએ પોતાને સાચી સાબિત કરવા જણાવ્યું હતું કે કૂતરાના લાલ રંગમાં રંગ્યા બાદ હવે તેની ચોરી થવાની શક્યતા ઓછી છે અને સરળતાથી ઓળખી શકાય છે. તેને કોઈ કાર ટક્કર મારશે નહીં કારણ કે તેનો રંગ તેજસ્વી છે.
કેટલાક લોકો ક્લોની સફાઈથી સંતુષ્ટ હતા, પરંતુ કેટલાકે તેના પર અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો. લોકોએ ક્લોએ એક શ્વાનને રંગીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે તેમ કહ્યું. તેમણે કહ્યું કે તે તેના દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલ (Instagram Reel) પર ફેમસ થવા માંગે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર