Home /News /eye-catcher /

એક સમયે બાળકોની ગિફ્ટ લેવાના પણ ફાંફા હતા, હવે આ વિચિત્ર વ્યવસાય પસંદ કરી માતા બની ગઈ કરોડપતિ

એક સમયે બાળકોની ગિફ્ટ લેવાના પણ ફાંફા હતા, હવે આ વિચિત્ર વ્યવસાય પસંદ કરી માતા બની ગઈ કરોડપતિ

સંતાનો માટે માતા પિતા ખૂબ જ ભોગ આપે છે. તેઓ સંતાનો માટે કઈ પણ કરી શકે છે અને કોઈ પણ હદ સુધી જઈ શકે છે (તસવીર - Instagram/@courtneytillia)

viral news - કોર્ટની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તે રાતોરાત કરોડપતિ કેવી રીતે બની ગઈ? તે સવાલ ઘણા લોકોને થાય છે

સંતાનો માટે માતા પિતા ખૂબ જ ભોગ આપે છે. તેઓ સંતાનો માટે કઈ પણ કરી શકે છે અને કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવો જ એક દાખલો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યાં મહિલાએ તેના જીવન વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, એક સમય હતો તે ખૂબ ગરીબ હતી (Poor Woman Became billionaire) તેની પાસે તહેવારોમાં તેના 4 બાળકો માટે ભેટ પણ ખરીદી શકતી ન હતી. ઘર ચલાવવા અને બાળકોને ભેટ આપવા માટે તેને સંબંધીઓ પર આધાર રાખવું પડ્યું હતું. પરંતુ મહિલાએ 2 વર્ષ પહેલા એવો વ્યવસાય (Woman Weird Profession Made Her billionaire) પસંદ કર્યો હતો કે તે 2 વર્ષ પછી કરોડપતિ બની ગઈ હતી!

અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી કર્ટની ટિલિયા (Courtney Tillia) 6 વર્ષથી ઓટીસ્ટીક બાળકોને શાળામાં ભણાવતા હતા. કર્ટની અને તેના પતિ બંનેએ તેમની માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બંનેનો પગાર એટલો ઓછો હતો કે તેઓ પોતાનું ઘર યોગ્ય રીતે ચલાવી શકતા ન હતા.

આ પણ વાંચો - અજાણ્યા પુરુષ સાથે ડેટ પર જતા પહેલા મહિલાએ Google પર કર્યું સર્ચ નામ, પરિણામો જોતા પગ નીચેથી સરકી ગઈ જમીન!

બાળકોને મળે છે 3 લાખની ક્રિસમસની ભેટ

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કર્ટનીએ કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે તે માત્ર 1500 રૂપિયામાં તેના 4 બાળકો માટે ગિફ્ટ ખરીદવા જતી હતી. તેમની પાસે ક્રિસમસ ગિફ્ટ (Chrismas Gift for Kids) આપવા માટે પૂરતા પૈસા ન હતા. તેમનો ખર્ચ વધવા લાગ્યો હતો. જોકે, આ વર્ષે કર્ટનીએ બાળકોને ક્રિસમસની પૂર્વ સંધ્યાએ 3 લાખથી વધુની ભેટ આપી હતી.

કયા વ્યવસાયે મહિલાને કરોડપતિ બનાવી?

કોર્ટની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તે રાતોરાત કરોડપતિ કેવી રીતે બની ગઈ? તે સવાલ ઘણા લોકોને થાય છે. વર્ષ 2019માં કોર્ટનીએ તેની ટીચિંગ જોબ છોડી દીધી અને ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા (Bold Photos) પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેને સારો પ્રતિસાદ મળવા લાગ્યો તો, તે જ વર્ષે તેણે એડલ્ટ સબસ્ક્રિપ્શન સાઇટ ઓન્લી ફેન્સ માટે એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર (Adult Content Creator) બનાવવાનું શરૂ કર્યું હતું. તેના નગ્ન ફોટા (Woman Sell Nude photos to become rich) અને વીડિયોની માંગ વધવા લાગી અને હવે તે માત્ર એક મહિનામાં 75 લાખ રૂપિયાથી વધુ કમાઈ લે છે.
First published:

Tags: OMG News, Viral news

આગામી સમાચાર