દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ, અપાય છે પ્રેક્ટિકલ જ્ઞાન પણ !

ઓસ્ટ્રિયાનાં વિએના શહેરમાં દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ ખુલી છે. આ સ્કૂલનો દાવો છે કે તેઓ ખુબજ સારા પ્રેમી બનવાનું શીખવશે

News18 Gujarati
Updated: July 11, 2018, 1:29 PM IST
દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ, અપાય છે પ્રેક્ટિકલ જ્ઞાન પણ !
ઓસ્ટ્રિયાનાં વિએના શહેરમાં દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ ખુલી છે. આ સ્કૂલનો દાવો છે કે તેઓ ખુબજ સારા પ્રેમી બનવાનું શીખવશે
News18 Gujarati
Updated: July 11, 2018, 1:29 PM IST
વિએના: ઓસ્ટ્રિયાનાં વિએના શહેરમાં દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ ખુલી છે. આ સ્કૂલનો દાવો છે કે તેઓ ખુબજ સારા પ્રેમી બનવાનું શીખવશે. જોકે આ સ્કૂલમાં એન્ટ્રી લેવા માટે વિદ્યાર્થીઓએ ભારે રકમ ચુકવવી પડશે. આ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ 1400 પાઉન્ડ એટલે કે 1 લાખ 15 હજાર રૂપિયા ચુકવવવા પડશે. સ્વિડનમાં જન્મેલી અને આ સેક્સ સ્કૂલની હેડ મિસ્ટ્રેસ યલ્વા મારિયા થોમ્પસનનું કહેવું છે કે કોઇ પણ જેની ઉંમર 16 વર્ષથી વધુ છે તે અહીં એડમિશન મેળવવા માટે ફોર્મ ભરી શકે છે. તેનાં કહેવા મુજબ, આ દુનિયાની પહેલી સ્કૂલ હશે જ્યાં વિદ્યાર્થીઓને સારા પ્રેમી બનવાનું શિખવવામાં આવશે. આ સ્કૂલમાં થિયરીથી વધુ પ્રેક્ટિકલ પર ધ્યાન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને એક હોસ્ટલમાં રાખવામાં આવશે. જેથી તેઓ તેમનાં હોમવર્કનું અભ્યાસ પણ કરી શકે.

તેમણે કહ્યું કે, સ્કૂલમાં યૌન ક્રિયાનાં આસન, પ્રેમ સ્પર્શ, શારીરિક વિશેષતાઓ તમામનું વ્યવહારિક જ્ઞાન આપવામાં આવશે. આ કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઓફિશિયલ સ્ર્ટીફિકેટ પણ આપવામાં આવશે.

થોમ્પસને તેમનાં આર્ટ વર્ક માટે જાણવામાં આવે છે. તેઓએ તેમની એક આર્ટ ગેલરીમાં ન્યૂડ મહિલાઓની વિભિન્ન મુદ્રાનાં સ્ટેચ્યુ લગાવ્યા હતાં. બ્રિટન સાઇટ ડેલી મેઇલમાં જણાવ્યાં મુજબ આ સેક્સ સ્કૂલની પ્રવક્તા મેલોડી કર્શે કહ્યું કે, 'અમને વિશ્વાસ છે કે આ સ્કૂલ સંપૂર્ણ સફળ થશે.' જોકે ઓસ્ટ્રિયામાં આ સ્કૂલની વિરોધમાં પ્રદર્શન થઇ ગયુ છે. સ્કૂલનાં 'ઉત્તેજક' ટીવી એડવર્ટાઇઝમેન્ટને પહેલાં જ પ્રતિબંધિત કરવામાં આવી દેવાયા છે.

મુખ્ય વાત એ છે કે આ દુનિયાની પહેલી સેક્સ સ્કૂલ હાલમાં નથી ખુલી. તે વર્ષ 2011માં ખુલી છે. પણ સોશિયલ મીડિયા વાઇરલ આ સ્કૂલની તસવીરો હાલની હોય તેમ બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે અમે આ સ્કૂલ અંગે તપાસ કરી તો માલૂમ થયુ કે આ સ્કૂલ સાત વર્ષ જુની છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...