બીચ પર એલિયન જેવો દેખતો અજીબ જીવ મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા Viral

એલિયન જેવા દેખાતા જીવની તસવીરો

લિવરપુલમાં ગત 29 જુલાઇએ એક વ્યક્તિને અન્સડેલ સમુદ્ર તટ પર એક સડેલું શબ મળ્યું.

 • Share this:
  લંડન- સમુદ્રની તળમાં તેવા અનેક અજીબો ગરીબ જીવો છે જેના વિષે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. અનેક વાર સમુદ્રમાંથી તેવ જીવ બહાર જોવા મળે છે કે જેને જોઇને આપણને પણ નવાઇ લાગે છે. આવી જ એક અજીબ દેખાતી વસ્તુ બ્રિટનના લિવરપુલના દરિયા કિનારા પાસેથી મળી આવી છે. જો કે આ જીવનો શબ મળ્યો છે. 15 ફૂટ લાંબા આ જીવને જોઇને લોકોની આંખો પણ ખુલીને ખઉલી રહી ગઇ છે. અને તેનો ચહેરો અને શરીર કોઇ એલિયન જેવું લાગે છે.

  લિવરપુલમાં ગત 29 જુલાઇએ એક વ્યક્તિને અન્સડેલ સમુદ્ર તટ પર એક સડેલું શબ મળ્યું. જેમાંથી તેજ દુર્ગંધ આવી રહી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે તેના ચાર પગ હતા જે ખૂબ જ અજીબ હાલતમાં દેખાતા હતા. અને તે લગભગ 15 ફિટ લાંબુ હતું. અને દરેક જગ્યાએ હાડકા અને લગભગ 4 ફિટ લાંબુ સ્ટંક પણ હતું. આ વ્યક્તિએ આ વિચિત્ર લાગતા જીવની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. જે પછી તે ફેસબુકમાં ખૂબ જ ઝડપથી વાયરસ થઇ હતી.

  વધુ વાંચો : Rajasthan : જેસલમેરમાં રેતીના તોફાન તસવીરો આવી સામે, વાવાઝોડાએ શહેરને લીધું માથે

  તસવીરોમાં પણ જેવા મળે છે કે કોઇ મોટો સમુદ્રી જીવ દરિયા કિનારે પડ્યો છે. અને તેની પર રેત ચોંટેલી છે. આ તસવીરમે 29 જુલાઇએ ફેસબુક પર શેર કરવામાં આવી હતી. અને હાલ તેને 470 વાર શેર કરવામાં આવી છે. અને લોકો આની પર અલગ અલગ કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે.  ધ સનની રિપોર્ટ મુજબ નેચરલ ઇગ્લેન્ડના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન આયલિફે કહ્યું કે આ પ્રાણીની પુષ્ટી નથી થઇ શકી. તેમણે કહ્યું કે તેવું ન કહી શકાય કે આ કોઇ સમુદ્રી તટનું પ્રાણી છે. કારણ કે તેની બોડી ખરાબ રીતે સડી ચૂકી છે. અને માટીથી લદાયેલી છે. અને હજી સુધી તેની ઓળખ થવાની બાકી છે. પણ તે વ્હેલની એક પ્રજાતિ જેવું લાગે છે. આ પશુને આ તટ પરથી હાલ દૂર કરવામાં આવ્યું છે.
  Published by:Chaitali Shukla
  First published: