Home /News /eye-catcher /30 વર્ષ પહેલાં જેલમાંથી ભાગેલો કેદી Coronaને લીધે પાછો આવ્યો, કહ્યું- ‘મારી ધરપકડ કરી લો’

30 વર્ષ પહેલાં જેલમાંથી ભાગેલો કેદી Coronaને લીધે પાછો આવ્યો, કહ્યું- ‘મારી ધરપકડ કરી લો’

મહામારીને કારણે ડેસિક બેઘર થઈ ગયો હતો અને Survival માટે તેની પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. (પ્રતીકાત્મક તસવીર)

30 વર્ષ બાદ જાતે જેલમાં ગયેલા ડાર્કો ‘ડૉગી’ ડેસિકને લોકો કેમ મુક્ત કરાવવા માંગે છે? તેના જામીન માટે લોકોએ 25,000 ડૉલર એકત્ર કર્યા

ડાર્કો નામનો એક ઓસ્ટ્રેલિયન કેદી (Australian Inmate), જે લગભગ ત્રણ દાયકાથી ફરાર હતો તે પોતે પોલિસ સ્ટેશન (Police Station) પહોંચ્યો અને ધરપકડ (Arrest) થાય તેની રાહ જોવા લાગ્યો. કારણ હતું- કોરોના! ગાંજો (Marijuana) ઉગાડવાના ગુનામાં સાડા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવી રહેલો ડાર્કો ‘ડૉગી’ ડેસિક (Darko “Dougie” Desic) નામનો માણસ 1 ઓગસ્ટ, 1992ની રાત્રે અડધી સજા બાકી હતી ત્યાં જ બોલ્ટ કટર, બ્લેડ જેવા સાધનોની મદદથી ન્યુ સાઉથ વેલ્સના ગ્રૅફ્ટન કરેક્શનલ સેન્ટરમાંથી (Grafton Correctional Centre, New South Wales) ભાગી ગયો હતો. તીવ્ર શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો અને તે 29 વર્ષ સુધી ફરાર રહ્યો. એટલે જો આટલા વર્ષો બાદ તે પોતાને પોલિસ હવાલે કરી દે તો સામે કેવી પ્રતિક્રિયા મળે એ તમે ધારી શકો છો. પછીથી એ ખ્યાલ આવ્યો કે મહામારીને (Pandemic) કારણે ડેસિક બેઘર થઈ ગયો હતો અને સર્વાઈવલ (Survival) માટે તેની પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો.

ABCના અહેવાલ મુજબ, યુગોસ્લાવિયામાં જન્મેલો ડાર્કો ‘ડૉગી’ ડેસિક જેલમાંથી ભાગીને ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય દરિયાકિનારે પહોંચ્યો હતો જ્યાં તેણે ભરણપોષણ માટે બિલ્ડર અને કારીગર તરીકે કામ કર્યું હતું. પોતાના બૅકગ્રાઉન્ડને લીધે તે કોઈથી ખાસ વાત કરતો ન હતો કે ન તો પોતાના ભૂતકાળ વિશે કંઈ બોલતો હતો. ડ્રાઈવર લાઈસન્સ ન મેળવી શકવાના લીધે તે દરેક જગ્યાએ પગપાળાં જતો. એટલું જ નહીં, તેની ઓળખ છતી ન થાય એટલા માટે તે 29 વર્ષોમાં ડૉક્ટર કે ડેન્ટીસ્ટ પાસે પણ ગયો ન હતો.

ઓસ્ટ્રેલિયાનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ હોવાને લીધે ડેસિક લોકોનું ધ્યાન પોતાના તરફ ન જાય તેવા પ્રયત્ન કરતો. એક વખત પોપ્યુલર ટીવી સિરીઝ ઓસ્ટ્રેલિયાઝ મોસ્ટ વોન્ટેડમાં (Australia’s Most Wanted) પણ તેના વિશેની માહિતી દર્શાવવામાં આવી હતી. જ્યારે કોઈ વ્યક્તિએ વિચાર્યું કે તેણે ડેસિકને ઉત્તર સિડનીમાં જોયો છે ત્યારથી તેણે લૉ પ્રોફાઈલ રહેવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો.

20 વર્ષ બાદ તેની આ ભાગેડુ સ્થિતિનો અંત આવ્યો. ઈમિગ્રેશન અધિકારીઓએ તેને શોધવાની કામગીરી બાજુએ મૂકી દીધી અને 2008માં તેને રહેઠાણ પણ મળ્યું હતું. ડેસિક જેલમાંથી એટલે છટકી જવા માગતો હતો કેમકે તેને ડર હતો કે તેને પાછો યુગોસ્લાવિયા મોકલી દેવામાં આવશે.

આ પણ વાંચો, OMG! ગાયે કૂતરાના ચહેરાવાળા વાછરડાને જન્મ આપ્યો, લોકોએ આ કારણે જોડી ધાર્મિક આસ્થા

કમનસીબે, બિલ્ડર કે કારીગર તરીકે તે ભાડું ચૂકવી શકતો ન હતો અને મહામારીને લીધે કામ પણ સ્થગિત થઈ જતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ. આખરે થાકીને તેણે વિચાર્યું કે, બેઘર રહેવું એના કરતાં આત્મસમપર્ણ કરવું બહેતર છે. રવિવારની સવારે ડાર્કો ‘ડૉગી’ ડેસિક Dee Why Police Stationમાં હાજર થયો અને ફરાર થવાની સજારૂપે તેને જામીન વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

આ પણ વાંચો, 30 વર્ષ બાદ અચાનક વહેવા લાગ્યું પ્રાચીન ઝરણું, પાંડવોના તપની નિશાની ફરી થઈ જીવંત

રસપ્રદ વાત એ છે કે, ડાર્કોની ઈચ્છા પૂરી થઈ છે, પણ તે જ્યાં ત્રણ દાયકાથી રહેતો હતો એ કમ્યુનિટીના લોકો તેને આઝાદ જોવા માગે છે. પ્રોપર્ટી ડેવલપર અને નોર્ધર્ન બીચીઝના ધનાઢ્ય બિઝનેસમેનની દીકરી બેલી હિંગીસ (Belly Hinggis)એ ડેસિકને નવું જીવન આપવા માટે GoFundMe ઓનલાઈન અભિયાન શરુ કર્યું છે અને 25,000 ડોલરથી પણ વધુ રકમ જમા કરી છે. તો તેના પિતાએ ડેસિકનો કેસ લડવા માટે એક અનુભવી વકીલ પણ રાખ્યો છે. તેમનું કહેવું છે કે ડેસિક એક ભલો, મહેનતુ અને ઈમાનદાર માણસ છે જેણે કોઈને પરેશાન નથી કર્યા અને તેને આઝાદ જિંદગી જીવવાનો અધિકાર છે.
First published:

Tags: Australia, Coronavirus, Jail, OMG, Viral news, જેલ