OMG!હાઇવે પરથી પસાર થતા લોકોને જોઈને ખડખડાટ હસે છે વૃક્ષો! મોઢું જોઈને લોકો રહી જાય છે દંગ

આ વિશાળ હસતા ચહેરાને જ્યારે કોઈ પહેલી વાર જુએ છે તો દંગ રહી જાય છે. (ફોટો-Twitter/@guttergirlbee)

અમેરિકાના ઓરેગોન (Oregon) માં અત્યારે એટલે કે ફોલ (Fall season in America) દરમિયાન ગ્રેન્ડ રોન્ડ અને વિલમિન શહેર વચ્ચે એક ખાસ જગ્યા છે જ્યાં હેરાન કરી મૂકનારી આ ‘ઘટના’ ઘટે છે!

  • Share this:
    જંગલ પાસેથી પસાર થનારા માર્ગ અત્યંત ખાસ હોય છે. કારણ કે ત્યાંના સુંદર દ્રશ્યો હૃદયને ઝણઝણાવી મૂકે છે. આવા રસ્તાઓ પર કાર ચલાવવાની એક અલગ જ મજા છે. દુનિયામાં એવા અઢળક માર્ગ છે જે ઘટાદાર વૃક્ષો પાસેથી પસાર થાય છે અને ટ્રાવેલર્સ એવી જગ્યાઓ પર કાર ચલાવીને ઉત્સાહ અનુભવે છે, પરંતુ અમેરિકા (USA) માં એક એવી જગ્યા પણ છે જ્યાંથી તમે પસાર થશો તો અમુક વૃક્ષો ‘હસતા’ (Smiling Trees in America) દેખાશે. એટલું જ નહીં, તેમનો વિશાળ ચહેરો (Large Smiling face on trees) પણ દેખાશે. જે જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે.

    અમેરિકાના ઓરિગોન (Oregon)માં અત્યારે એટલે કે ફોલ (Fall season in America) દરમિયાન જો તમે ગ્રેન્ડ રોન્ડ (Grand Ronde) અને વિલમિના (Willamina) શહેર વચ્ચે ડ્રાઇવ કરશો તો વચ્ચે એક ખાસ જગ્યા આવશે જ્યાં તમને વૃક્ષથી ભરેલા પહાડો ઉપર એક મોટો ચહેરો હસતો (Smiley Trees on Mountain) જોવા મળશે.

    તેની બે આંખો હશે અને હસતું મોઢું હશે. જો તમને આ નજારો જોવા મળે તો ડરવાની કે હેરાન થવાની કોઈ જરૂર નથી. આ કોઈ ભૂત, પ્રેત કે જાદૂ નથી, આ વૃક્ષ છે અને તેને એ રીતે ઉગાડવામાં આવ્યા છે કે, તેની વચ્ચેની જગ્યા ચહેરાના આકારની બને છે. તમને કહી દઈએ કે આ વૃક્ષ હેમ્પટન લંબર (Hampton Lumber) કંપનીના ટિમ્બરલેન્ડ એટલે કે વૃક્ષ કાપનાવી જમીન ઉપર કંપની તરફથી લગાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: OMG! જાપાનના દરિયામાં ફાટ્યો જ્વાળામુખી, અંદરથી નીકળ્યા 24 ભૂતિયા વહાણ!

    ઓરિગોન લાઈવ વેબસાઈટ અનુસાર કંપનીની પ્રવક્તા ક્રિસ્ટીનએ જણાવ્યું કે, વર્ષ 2011માં હેમ્પટન લંબરના કો-ઓનર ડેવિડ હેમ્પટન (David Hampton) અને કંપનીના મેનેજર ડેનિસ ક્રીલએ આ જગ્યાએ વૃક્ષો ઉગાડયા હતા. ક્રિસ્ટીને જણાવ્યું કે વૃક્ષો કપાયા બાદ નવા વૃક્ષો લગાવવામાં આવે છે. ડગલસ ફર, વેસ્ટર્ન હેમલોક, નોબલ ફર અને વેસ્ટર્ન રેડ સેડાર નામના વૃક્ષો આ વિસ્તારમાં લગાવવામાં આવે છે.

    આ પણ વાંચો: જોઈ લ્યો આજના યુગનો આદિમાનવ, 20 વર્ષથી કાચું માંસ ખાય છે અને વિચિત્ર લાઈફસ્ટાઈલ જીવે છે

    ચહેરાની આંખ અને મોં ડગલસ ફર (Douglas fir) વૃક્ષથી બનાવવામાં આવે છે અને ચહેરાનો પીળો ભાગ લાર્ચ ટ્રીઝ (Larch Trees) થી બનાવવામાં આવે છે. લાર્ચનું ઝાડ ઓક્ટોબર-નવેમ્બર સીઝનમાં પીળું બને છે અને તેના પાંદડા ખરે છે. આ કારણે વર્ષના આ સમયે તેનો ચહેરો સૌથી સ્પષ્ટ અને સુંદર દેખાય છે.

    જાણકારી મુજબ, ચહેરાનો વ્યાસ 300 ફૂટ છે. પ્રવક્તાએ જણાવ્યું કે આવનારા 30-50 વર્ષો સુધી લોકોને આ હસતો ચહેરો જોવા મળશે. ત્યારબાદ વૃક્ષોને કાપવાનો સમય થઈ જશે.
    Published by:Nirali Dave
    First published: