શ્વાનને વિશ્વભરમાં તેમની વફાદારી (Loyal Dogs) માટે ઓળખવામાં આવે છે. જ્યારે માલિક પર વાત આવે છે તો આ સ્ફુર્તિલું પ્રાણી જીવના જોખમે મોત સામે લડવા માટે તૈયાર થઇ જાય છે. અમેરિકા (United States)ના કેલિફોર્નિયા (California)માં એક કૂતરાએ પોતાના માલિકને સાપથી બચાવીને (Dog Saves Owner From Snake) સાબિત કર્યુ છે કે જો દોસ્તી ડોગ (Pet Dog) સાથે કરવામાં આવે તો ક્યારેય પણ તમને દગો નહીં મળે.
બનાવની વિગત અનુસાર એલેક્સ લોરેડો (Alex Loredo) નામક એક શખ્સને તેના પેટ ડોગે (Pet Dog) સીધા મોતની મોઢામાંથી બચાવ્યો છે. આ જોયા બાદ તે શખ્સે પોતાના વફાદાર કૂતરાને બચાવવા જે પણ થઇ શકે તે કર્યુ હતું. આ હીરો ડોગ એક લેબ્રાડોર છે. 18 વર્ષથી પોતના માલિક સાથે રહેતા આ કૂતરાએ ક દિવસ પોતાની જીવને જોખમમાં નાખી દીધો હતો. મોત જોઇને ડર્યા વગર પોતાના માલિકને બચાવ્યો હતો. એલેક્સ લોરેડો (Alex Loredo) અને તેના હીરો ડોગ માર્લે (Hero Dog Marley)નો આ કિસ્સો ખૂબ ભાવનાત્મક છે.
કૂતરાએ સાપથી બચાવ્યો જીવ
સેન ડિયાગો (Sand Diego)ના પોતાના ઘરમાં સફાઇ દરમિયાન એલેક્સ પોતાના ડોગ માર્લેની સાથે ઊભા હતા. આ દરમિયાન એક ખતરનાક સાપ એલેક્સ તરફ આવવા લાગ્યો ત્યારે પાસે ઉભેલા ડોગે જ્યારે સાપ જોયો તો એલેક્સ (Alex Loredo)ને કરડે તે પહેલા જ તે બંનેની વચ્ચે આવી ગયો હતો. એલેક્સે NBC સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તે જરા પણ હલીચલી શક્યા ન હતા કે માર્લેએ તેને ધક્કો માર્યો અને પોતે સાપની સામે આવી ગયો હતો.
કૂતરો (Dog Marley)એ પોતાના માલિકને તો બચાવી લીધો, પરંતુ સાપે તેને જીભ અને ગળા પાસે ડંશ મારી દીધા હતા. ત્યાર બાદ કૂતરાના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યૂ અને તે બેભાન થવા લાગ્યો હતો. કોઇ રીતે એલેક્સે પોતાના વફાદાર કૂતરાને હોસ્પિટલ પહોંચાડ્યો અને પોતાની પોતાની તમામ સેવિંગ્સ તેને બચાવવામાં લગાવી દીધી હતી. તેના માટે ફંડરેજીંગ (GoFundMe)નો પણ સહારો લીધો હતો. આખરે બે દિવસથી હોસ્પિટલમાં રહ્યા બાદ ડોગની હાલ સુધરવા લાગી અને હવે તે સ્વસ્થ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર