OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

Viral News: ડેનમાર્કની એક કંપની મનુષ્યના પેશાબથી બીયર બનાવે છે, જાણો કેવો હોય છે સ્વાદ!

Viral News: ડેનમાર્કની એક કંપની મનુષ્યના પેશાબથી બીયર બનાવે છે, જાણો કેવો હોય છે સ્વાદ!

  • Share this:
    નવી દિલ્હી. દારૂ પીવાનું પસંદ કરનારા લોકોને બીયર (Beer) ખૂબ પસંદ આવતો હોય છે. ઠંડી બીયર (Chilled Beer) પીવાનો અનેરો જ આનંદ હોય છે. પરંતુ જો પીનારી વ્યક્તિને ખબર પડે કે બીયર મનુષ્યના પેશાબથી (Human Urine Beer) બનેલો છે તો કદાચ બીયર પીનારી વ્યક્તિને બીયરથી મોહભંગ થઈ જશે. જી હા, આ વાત બિલકુલ સાચી છે. Pisner કંપની મનુષ્યના પેશાબથી બીયર બનાવે છે. આ એક નવો કોન્સેપ્ટ છે, જેના વિશે ઘણા લોકોને બિલકુલ ખબર નથી.

    જો તમે ક્યારેય Pisner બીયર પીધો છે, તો અસલમાં તમે મનુષ્યના પેશાબ (Human Urine)ને પીધો છે એવું કહી શકાય. Pisner નામમાં જ Pis છે, જેનો અર્થ પેશાબ થાય છે. એક રિપોર્ટ મુજબ, થોડાક વર્ષ પહેલા આ કંપનીએ એક મ્યૂઝીક કોન્સર્ટથી મનુષ્યોનું 50 હજાર લીટર યૂરિન એકત્ર કર્યું હતું. ત્યારબાદ જ તેમણે પોતાની બીયર લૉન્ચ કરી હતી.

    આ પણ વાંચો, Alcoholic Ice Cream: માર્કેટમાં આવ્યો અનોખો આઇસ્ક્રીમ, ખાતા જ થશે આવા હાલ

    કંપનીના જણાવ્યા મુજબ, જ્યારે તેઓએ પોતાની બીયર લૉન્ચ કરી તો લોકોને લાગતું હતું કે, તેઓ લોકોના યૂરિનને બીયર કહીને વેચી રહ્યા છે. પરંતુ આવું નથી. અમે મનુષ્યના પેશાબને પોતાની પ્રોડક્ટમાં ચોક્કસ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે એક લાંબી પ્રોસિજરથી થઈને પસાર થાય છે. અને ખાસ વાત એ છે કે તેનો સ્વાદ યૂરિન જેવો બિલકુલ નથી હોતો. જો તમને તેનો સ્વાદ જરા પણ યૂરિન જેવો લાગશે તો અમે તેનું પ્રોડક્શન બંધ કરી દઈશું.

    આ પણ વાંચો, અડધાથી પણ ઓછી કિંમતે ખરીદો Tata Safari અને Hyundai Creta, અહીં જાણો તમામ ડિટેલ્સ




    ડેનમાર્ક (Denmark)ની કૃષિ અને ખાદ્ય પરિષદે કહ્યું કે, હ્યૂમન વેસ્ટને આટલા મોટાપાયે ફર્ટિલાઇઝરના રૂપમાં ઉપયોગ કરવાનો એક નવો કોન્સેપ્ટ છે. તેને “beercycling” કહેવામાં આવે છે. તો તમે જ્યારે વિદેશ પ્રવાસે હોય અને કોઈ પાર્ટીમાં સામેલ થયા હોય કે રેસ્ટોરાંમાં ગયા હોય તો બીયર પીતા પહેલા સો વાર વિચારી લેજો. ક્યાંક એવું ન થાય કે તમે જે ચીલ્ડ બિયરની મજા માણી રહ્યા છો તે કોઈનું યૂરિન ન હોય!
    Published by:Mrunal Bhojak
    First published: