પરવેઝ, પીલીભીત. સંસારમાં કુદરતની કરામત (Nature’s Miracle) સતત જોવા મળતી હોય છે. આવી જ એક અનોખી કરામત ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીતમાં (Pilibhit) જોવા મળી છે, જ્યાં એક ગાયે (Cow) કૂતરાના ચહેરાવાળા વાછરડાને (Calf) જન્મ આપ્યો છે. જેવી આ બાબતની જાણ લોકોને થવા લાગી તો ત્યાં વિશાળ સંખ્યામાં ભીડ એકત્ર થવા લાગી. ત્યાં હાજર દરેક વ્યક્તિ આ અનોખા વાછરડાને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જોતજોતામાં જ અનેક પ્રકારની ચર્ચાઓને પણ વેગ મળવા લાગ્યું. પછી તો આ અજબ ચહેરો ધરાવતા વાછરડાની ચર્ચા એ હદે ફેલાઈ ગઈ કે લોકો કુદરતના કરિશ્મા પર આસ્થા મૂકી તેની પર ચઢાવા પણ ચઢાવવા લાગ્યા.
પીલીભીત જિલ્લાના (Pilibhit District) બીસલપુર તાલુકના ક્ષેત્રમાં આવતા ગામ રામનગર જગતપુરમાં રહેનારા કેદારી લાલને ત્યાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો, પરંતુ વાછરડાનો (Calf) ચહેરા ઉપરાંત કદ કોઈ કૂતરાના બચ્ચા જેવું હતું. વાછરડાના જન્મ બાદ જ્યાં કેદારી લાલના (Kedari Lal) ઘરે ગામ લોકોની ભીડ ઉમટી રહી છે, તો બીજી તરફ આ વાછરડાના જન્મ પર એક અનોખી અને અદ્ભૂત વાત જોવા મળી. હવે લોકો તેની પૂજા કરી રહ્યા છે.
ગાયના માલિક કેદારી લાલનું (Kedari Lal) કહેવું છે કે તેમની ગાયે આ પહેલા પણ વાછરડાઓને જન્મ આપ્યો છે જે સામાન્ય ગાયના ચહેરા અને આકારના જ હતા. પરંતુ આ વખતે જન્મેલા વાછરડામાં એક અનોખું રૂપ જોવા મળ્યું છે, જે કૂતરા (Calf face like Dog) જેવું છે. તેઓ પોતે પણ આ જોઈ અચંબામાં પડી ગયા છે.
આ અનોખા વાછરડાના જન્મ (Birth of Calf) પર એક તરફ ગામના લોકોના ટોળેટોળા (Crowd Gathered) ઉમટી પડ્યા છે. દરેક લોકો આ અનોખા અને કુદરતનો કરિશ્મા (Miracle of Nature) જેવા વાછરડાને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે, તો બીજી તરફ લોકો તેની સાથે ધાર્મિક આસ્થા (Religious Faith) પણ જોડી રહ્યા છે. લોકો આ વાછરડાને કોઈ અવતાર માનીને તેની પર ચઢાવા પણ ચઢાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર